________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 167 (9) બીજાઓના આભૂષણે, તાંબા-પિત્તળના વાસણ આદિને રાખી, વ્યાજે નાણા ધીરનાર પણ અસત્ય બેલ્યા વિના રહેતું નથી. (10) જૂઠી માયામાં મસ્તાન બનીને, બીજાઓની બેટી વાત કરનારા તથા રાડ પાડીને બેલનારાઓ પણ અસત્યવાદી છે. (11) સ્વર્ગના સુખનું, નરકના દુઃખેનું વર્ણન કરીને, ધર્મના નામે દેખાબાજી કરી, બીજાઓ પાસેથી દ્રવ્ય પડાવનારા ધંધાદારી કુલિંગિઓ પણ અસત્ય ભાષણ કરનારા છે. (12) માયાચારપૂર્વક. જેમકે “મને સુવર્ણ બનાવતાં આવડે છે, તમારા દસ દસ રૂપીઆની નોટોને હું સ સેની બનાવી શકું છું.' આવી રીતે માયાજાળમાં બીજાઓને ફસાવીને ધન લુંટનારા અસત્યસેવી છે. (13) બેટા માપ, બેટા તેલા અને ત્રાજવા, લેવાની પાંચશેરી જુદી અને દેવાની જુદી. આવી રીતના ધંધા કરનારા યદ્યપિ બહારથી જૂઠા દેખાતા નથી, તે પણ મનના મેલા અને લેભી હોવાના કારણે પ્રપંચ દ્વારા ધન કમાનારાએને જૂઠ બેલ્યા વિના ચાલતું નથી. (14) કરિયાણના, કપડાના, સેના ચાંદીને કે બીજા પ્રકારના વ્યાપાર કરનારા, સેળભેળ કરનારા, સારે નમુને બતાવીને નકલી માલ દેનારા, અથવા નકલી માલ બનાવનારા