________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગત 165 અજ્ઞાન, મિથ્યાત્વ, મોહ માયા હોવાથી અને અજ્ઞાન એ જ મોટામાં મોટું પાપ હોવાથી, તેવા પાપી આત્માઓ કે પાપરસિક આત્માઓ, વાતે વાતે મૃષાવાદને આશ્રય લે છે. જ્યારે અજ્ઞાનને પા૫ સમજી તથા તેમના દ્વારે બંધ કરી દેવાના આશયથી જેઓ મહાવ્રતધારી, ધીરજવંત, ભિક્ષા માત્રથી નિર્વાહ કરનાર વૈકારિક, વૈભાવિક અને પૌગલિક ભાવોને સમ્યગજ્ઞાનપૂર્વક ત્યાગ કરી, સમભાવમાં સ્થિત થયેલા, તથા પરજીવોને હિંસા-અહિંસા, જૂડ-સત્ય, ચૌર્યકર્મ અને તેને ત્યાગ, મૈથુન-બ્રહ્મ, પરિગ્રહ-સંતેષના હાનિલાભ બતાવીને ધર્મને ઉપદેશ કરનારા મુનિરાજે, તથા સર્વથા પાપને ત્યાગ નહીં કરી શકનારા, પરંતુ પાપ, પાપ જ છે, તેમ સમજી તેના ત્યાગની ભાવનાવાળા અને નિરર્થક પાપને છોડી, દેશવિરતિ ધર્મને સ્વીકારનારા એવા મુનિરાજોને કે શ્રાવકને અસત્ય બોલવાની આવશ્યકતા રહેતી નથી માટે તેઓ અસત્યવાદી નથી, તેનાથી અતિરિક્ત જેઓ જૂઠ બોલનારા છે તેમની નામાવલી આગમાનુસાર નીચે પ્રમાણે છે. અસત્ય બલવાના પ્રકારે - (1) મન અને ઈન્દ્રિયેના ગુલામે અસંયત હેવાથી, અસત્ય બોલે છે. (2) પાપમાર્ગોથી નિવૃત્ત થયેલા ન હોય તેવા અવિરત માનવેને વાતે વાતે અને મશ્કરીમાં પણ અસત્ય બેલવાનું ફાવી ગયું છે.