________________ 156 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાસે મરાવી દે કે મેથીપાક તેવી રીતે ખવડાવે, જેથી તે ખાટલા ભેગે જ થઈ જાય, છેવટે યમરાજાને અતિથિ જ બનાવવામાં તેમનામાં દયા રહેતી નથી. આ કારણે જ દેવાધિદેવ ભગવંતે કહ્યું કે, અસત્યાચરણ સામેવાળાના પ્રાણોને અતિપાત પણ કરાવી શક્યા સમર્થ હોવાથી કિબિશ શબ્દમાં અસત્યને પર્યાયકત્વ સાર્થક બને છે. (19) વલય કુટિલત્વાન્ -સ્ત્રીના હાથમાં બંગડી ગેળ આકારની હોય છે, તેવી રીતે અસત્ય બોલવાની આદત જ્યારે વધી ગઈ હોય છે ત્યારે તે સાધારણ વાતને પણ ઘાલમેલના ચકાવે ચડાવશે, અને સંઘ તથા સમાજની કે સ્વામી ભાઈ એની હિતકારિણી, પવિત્ર, સાદી અને સીધી વાતને પણ ચૂંથી મારશે, બીજા દલાલે કે પક્ષો પાસે ચૂંથાવી દેશે. આજે સંઘની, સમાજની કે દેશની ભલાઈની વાતે સફળ બનવા પામતી નથી તે આ ભાગ્યશાળીઓને આભારી છે. બીજા માણસને તે દ્વેષી બનેલે માણસ પણ ગળગળ વાત કરીને સંઘની બેઠકને બગાડ્યા વિના રહેતું નથી, કેમકે તેજે ઠેષ, વ્યક્તિ દ્વેષ મહાભયંકર પાપ છે, માટે જ તેવા માણસે કાતર જેવું જીવન જીવીને ઈતિહાસના પાને આવી શક્તા નથી. માણસની કિંમત પૈસે, રૂપ, બેલવાની છટા કે વકતૃત્વ કળા નથી પણ તેને સ્વભાવ કેવું છે? તેના પર તેની કિંમત થાય છે, વધે છે અને ઈતિહાસના પાને અમર બને છે. તે દ્વેષી માનવ પાસે સર્જનશક્તિ નથી હોતી પણ નાશક શક્તિના અભિશાપે તેમની જીભથી સીધા, સરળ, પવિત્ર