________________ 80 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મધુપર્કમાં યજ્ઞમાં, પિતૃ શ્રાદ્ધમાં પશુઓને તથા પક્ષીઓને મારવા માટે મનુ મહારાજની આજ્ઞા છે.” “મરી ગયેલા પિતૃઓને જે હવિ દેવામાં આવશે તે દિ વેદવિધિપૂર્વકની હશે તે મૃત પિતૃઓને જરૂરથી મળશે.” તલ, વ્રીહિ, યવ, અડદ, પાણી, મૂળ અને ફળવડે કરાયેલું હવન પિતૃઓને એક મહિના સુધી ખુશ કરે છે.” નાની જાતના માછલાઓ વડે પિતૃઓ બે મહિના સુધી તૃપ્ત રહે છે.” હરણના માંસવડે ત્રણ મહિના.” ઘેટાંના માંસવડે ચાર મહિના.” “જંગલી કૂકડાના માંસથી પાંચ મહિના.” બકરાના માંસથી છ મહિના.” “પાર્ષત–એણે અને રૂરૂ નામના મૃગ વિશેષના માંસવડે ક્રમશઃ 7-8-9 મહિના સુધી પિતૃઓ તૃપ્ત બને છે.” જગલી શકર અને પાડાના માંસથી દસ મહિના સુધી મૃત પિતાએ ખુશ રહે છે.” સસલા અને કાચબાના માંસથી અગિયાર મહિના.” - “વૃદ્ધ બકરાના માંસથી બાર મહિના સુધી ખુશ રહે છે. પાણું પીતા જીભ અને બંને કાન પાણીને સ્પર્શે તે વૃદ્ધ બકરે કહેવાય છે.”