________________
૧૪૫
શતક ૪૧મું : ઉદ્દેશક-૨ અજીવ, જીવાજીવ, લેક, અલેક, લેકાલેક, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ અને મેક્ષ સુધીના પદાર્થો ઉપરાંત ઈતર દર્શનથી મેહિત, સંદિગ્ધ નવા દીક્ષિતની બુદ્ધિની શુદ્ધિ માટે ૧૮૦ કિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદીઓનું મત બતાવીને તથા તેમને પરિક્ષેપ કરી, સ્વસમય(જૈન સિદ્ધાંત)નું સ્થાપન કરવામાં આવ્યું છે. આના બે શ્રુતસ્કંધ, ૩૩ અધ્યયન, ૩૩ ઉદેશા, ૩૩ સમુદેશ અને ૩૬ હજાર પદોની સંખ્યા છે.
(૩) સ્થાનાંગ-દ્વાદશાંગીનું ત્રીજું અંગ છે, જેમાં સ્વસમયનું, પરસમયનું અને સ્વપર સમયનું, જીવાદિ પદાર્થોનું સ્થાપન કરવામાં આવ્યું છે. આમાં પાંચ શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકવીશ ઉદ્દેશા તથા ૭૨૦૦૦ પદે છે - (૪) સમવાયાંગ-આ ચોથું અંગ છે, તથા સ્વ અને પર સિદ્ધાંતેની ચર્ચા, એક સંખ્યાવાળા પદાર્થોની સંખ્યાથી લઈ બે ત્રણ આદિ સુધીનું વર્ણન છે. આમાં એક શ્રુતસ્કંધ, એક અધ્યયન, એક ઉદેશે, સમુદેશે, અને એક લાખ ગુમાલીશ હજાર પદો છે.
(૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્રો દ્વાદશાંગીમાં પાંચમું અંગ છે. જેમાં સ્વસમય, પરસમય, જીવ, અજીવ, જીવાજીવ, લેક. અલેક, લેકાલેક, જુદા જુદા પ્રકારના દેવે તથા રાજાઓ, રાજર્ષિઓ અને અનેક પ્રકારના સંદિગ્ધ પુરૂષના પ્રશ્નો છે તથા જિનેશ્વરદેવે આપેલા જવાબ છે. આમાં દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ, પર્યાય, પ્રદેશ, અનુગમ, નિક્ષેપણ, નય, પ્રમાણ, સુનિપુણ ઉપક્રમપૂર્વક યથાસ્થિત ભાવનું પ્રતિપાદન છે, દેવેન્દ્રોથી પૂજિત હોવાથી સૌને માટે શ્રધેય છે, સંસારસમુદ્રથી તારનાર છે, અજ્ઞાનાંધકારને નાશક છે. ઈહા-બુદ્ધિ