SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૨ તેમનું અનુમોદન પ્રશંસાદિ કરવાથી જીવ ભારે કમી બને છે. ભારે વજનદાર પદાર્થો જેમાં નીચેની તરફ જાય છે તેમ તેવા જીવે અધગતિ એટલે નરકગતિ તથા તિર્યંચગતિમાં જ જાય છે, જ્યાં સ્પષ્ટ અસ્પષ્ટ વેદનાઓ ભેગવવાની હોય છે, અને કદાચ આવા જ મનુષ્યગતિમાં આવે તે પણ નીચ જાતિ અને નીચ કુળમાં જન્મ લેવા ઉપરાંત ખાનપાન રહેઠાણ આદિમાં ઘણું જ દરિદ્ર હોવાથી તિર્યંચે કરતાં સખ્ત મજૂરી કરવા છતાં પણ ભૂખ્યા પેટે ઊઠે છે અને ભૂખ્યા પેટે સૂવે છે. પહેરવાનાં કપડાં નથી, રહેવા માટે સ્થાન નથી, સૂવા માટે જમીન નથી તથા અત્યંત ગંદા સ્થાનમાં, ઝૂંપડપટ્ટીમાં, સર્વથા કાચા કાગળ આદિનાં ઝૂંપડાઓમાં ટૂંકી-સર્વથા ટૂંકી જમીનમાં જ રહેવાનું હોય છે. ઠંડી, ગરમી અને વરસાદની ત્રણેય મેસમાં તેમને માટે વગર તે મત જેવી હોય છે. કદાચ થોડું ઘણું પુણ્ય જેર કરે તે સારા સ્થાને જન્મી શકે છે, પણ પૂર્વભવમાં કરેલાં પાપને લઈને અર્થ અને કામનાં સાધનો સાથે બારમે ચંદ્ર હોવાથી તેઓ આખેય દિવસ આર્તધ્યાનમાં અને રાતે તડફડિયાં મારતાં જીવનને મોટો ભાગ પૂર્ણ કરે છે. આનાથી વધારે પુણ્ય કદાચ હેય તે ભૌતિક સાધને સારા પ્રમાણમાં મળતાં હોવા છતાં પણ કૌટુમ્બિક કલેશ, પડેલીઓ સાથે કલેશ ભગવો પડે છે, તથા પાપસેવન અમર્યાદિત હોવાથી એકબીજાના હાડવૈરી બનીને એકબીજાના મતને માટે શો ચલાવે છે, અથવા ભયંકરમાં ભયંકર જીભાજોડી દંતકલેશ તથા હાથે હાથ મારામારીમાં રીબાતા રીબાતા રૌદ્રધ્યાનમાં જ જિંદગી પસાર કરે છે. તેના કારણે મેળવેલા પુણ્યકર્મોનાં સાધને પણ ભેગવી શકાતા નથી. ભેગવાતા હોય તે તેમાંથી
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy