________________
૬૨૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્રવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળે પરમાણુ, ભાવ પરમાણ. - દ્રવ્ય પરમાણુ –અદેવ, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય રૂપે ચાર પ્રકારના છે.
ક્ષેત્ર પરમાણુ -અનઈ સરખી સંખ્યાને અભાવ હોવાથી પરમાણુને અર્ધો ભાગ હેતું નથી.
અમધ્ય–વિષમ સંખ્યાને પણ અભાવ હોવાથી તેને મધ્યભાગ પણ હેતે નથી.
અપ્રદેશ—એક પ્રદેશથી અતિરિક્ત બીજાને અભાવ હેવાથી તે અપ્રદેશી છે. - અવિભાગિમ–સ્વયં એક પ્રદેશિક જ હોવાથી બીજા પ્રદેશને અભાવ છે. " કાળ પરમાણુ –કાળની અપેક્ષાએ અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ હોય છે.
યદ્યપિ પરમાણુ વર્ણાદિથીયુક્ત હોય છે તે પણ તેની વિવક્ષા અહીં કરી નથી. ,
ભાવ પરમાણુ –વર્ણાદિ સમ્પન્ન છે.