SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૦ મુંઃ ઉદેરાક-૩ ૬૧૫ અને જીવમાત્રને સત્યજ્ઞાનની પ્રભાવના કરવામાં દઢ પ્રતિજ્ઞાવાળા ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે! નીચે લખેલા ભાવે આત્માથી અતિરિક્ત જડ પદાર્થમાં શું નથી પરિણમતા? સારાંશ કે આ ભાવે જીવમાં જ રહે છે કે અજીવમાં રહેતા હશે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! આ સંસારમાં ચેતન અને જડને છેડીને બીજું એકેય તત્વ નથી, કેમકે બંનેનું મિશ્રણ જ સંસાર છે, તેમ છતાં પણ બંનેના ધર્મો સર્વથા જુદા જ હોય છે. ચેતનના ધર્મો જડમાં લેતા નથી અને જડના ધર્મો ચેતનમાં નથી હોતા. - જીવમાં રહેલા ભાવેનું વર્ણન ૧ થી ૧૮ પ્રાણાતિપાતાદિ પાસ્થાનકે (૧૯) ઔત્પાતિકી બુદ્ધિ-સમય પર તાત્કાલિકી બુદ્ધિ. (૨) નચિકી બુદ્ધિ-વડાલેના વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ. (૨૧) કામિણબુદ્ધિ-કાર્ય કરતાં કરતાં જે બુદ્ધિ થાય તે. (રર) પરિણામિક-વયની પરિપક્વતાને લઈ થાય છે. (૨૩) અવગ્રહ મતિજ્ઞાન–સામે દેખાતું કંઈક છે, અર્થાત હું નથી પણ માનવ છે. (૨૪) ઈહામતિજ્ઞાન–સામેને માણસ પંજાબી હો જોઈએ. (૨૫) અવાયમતિજ્ઞાન-બીજા જ્ઞાનને પરિહાર થવાથી સામેવાળે પંજાબી જ છે. (૨૬) ધારણામતિજ્ઞાન-મસ્તિષ્કમાં તે જ્ઞાનના સંસ્કાર પડે તે. (૨૭) ઉત્થાન-આત્માની વિદ્યમાનતામાં કાયાને વ્યાપાર.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy