SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મું: ઉદ્દેશક-૧૦ ૫૦૯ ગમવા પણાના કે ન ગમવાપણાના અનાદિકાળના કુસંસ્કારો. ધીમે ધીમે નાબુદ થતાં રાગ-દ્વેષ પણ ઓછા થશે અને જીવને સમતાભાવની પ્રાપ્તિ થશે, જે કઈ કાળે પણ થઈ નથી, કેમકે મિથ્યાત્વના કારણે કોધાદિ કષાયે ભડકે છે. જ્યારે સમ્યક્ત્વથી કોધ કષાયનું ઉપશમન થાય છે. આનું નામ જ સામાયિક છે. સંસારનો કોઈ પણ જડ પદાર્થ કોઈને પણ રાગ-દ્વેષ કરાવવામાં ક્ષમતાવાળે નથી. પરંતુ તેમના પ્રત્યે બગડેલું મન જ માનવને કોપી બનાવે છે, માની અને માયાવી બનાવે છે અને છેવટે લેભ નામના રાક્ષસના મેઢામાં ધકેલી મારે છે. માટે અરિહંતને ધર્મ પ્રાપ્ત કર્યા પછી મારે હવે આ માગે જવું નથી અને કેઈ પણ પદાર્થ મને કોધી કરે તે પહેલા સમજી બુઝીને હું પોતે જ પ્રસંગને ટાળી દેવા માટે પ્રયત્ન કરીશ. છેવટે સર્વાશે નહીં તે પણ બે ઘડી (૪૮ મિનિટ ) માટેના સંસારના પ્રત્યેક ભાવને છોડી દેવાની ટ્રેનિંગ આજથી સ્વીકારું છું. તે આ પ્રમાણે – (૧) બે ઘડીને માટે હું કોઈને પતિ નથી, શેઠ નથી, ધણી નથી, પણ શુદ્ધ, નિરંજન, નિરાકાર પરમાત્મ સ્વરૂપ છું, માટે દશ મનના, દશ વચનના અને બાર કાયાના દોષમાંથી એક પણ દોષ લાગવા ન પામે તે માટે હું જાગૃત બનું છું. (૨) સ્પર્શેન્દ્રિયથી સ્પશેલા, રસનેન્દ્રિયથી ચાખેલા કે ખાધેલા, નાકથી સૂઘેલા, આંખથી જોયેલા અને કાનથી સાંભ ળેલા તમામ ભેગેના ભેગવટાને હું ૪૮ મિનિટ સુધી સ્મૃતિમાં આવવા દઈશ નહી. કેમકે માનવના જીવનને બગાડનારી અને બહુ જ મુશ્કેલીથી અપવર્તનીય બને તેવી સ્મૃતિ છે, જે આત્મીય રોગ છે. | (૩) વધારે પડતી ચંચળ આંખ, કાન અને જીભને હું ૪૮ મિનિટ સુધી મૌન આપું છું. એટલે કે ગમે તેવી સ્થિતિ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy