________________
શતક ૧૮ મું ઉદ્દેશક-૧૦
૪૭૩ દઈશ. ત્યાર પછી યદિ એમ કહેશે કે “હું અક્ષય કું, અવિનાશી છું” તે તેમને પૂછીશ કે અત્યાર સુધી તમે અનંતીવાર જમ્યા અને મર્યા છે અને અક્ષય તથા અવિનાશીમાં તે જન્મ અને મૃત્યુ થતા નથી, માટે તમારૂં અક્ષયત્વ અને અવિનાશીત્વ આશ્ચર્ય પમાડે તેવા છે. કેમ કે પિતાના મૂળ સ્વભાવને ત્યાગ કર્યા વિના કેઈ પણ અવ્યય હેતો નથી અને પર્યાયેથી તે સર્વે વ્યય છે. તેથી મહાવીર અવ્યય છે તે કેમ માની શકાય? અને એક રૂપે પણ કઈ સ્થિત હેતે નથી માટે મહાવીરસ્વામી યદિ કહેશે કે “હું અવસ્થિત છું” તે મારે જવાબ રહેશે કે પ્રત્યેક પદાર્થોમાં રૂપાંતર થતું હોય ત્યારે કેઈની અવસ્થિતા કેટલી? આમ તર્કો દ્વારા હું ભગવાનને નિરુત્તર કરી દઈશ.
અક્ષય, અવ્યય અને અવસ્થિત આ પ્રશ્નો આત્માને નિત્ય પક્ષ લઈને કર્યા છે.
હવે અનિત્ય પક્ષ લઈને પૂછે છે કે હે પ્રભે! આપ શ્રીમાન અનેક ભૂત-ભાવિ અને વર્તમાન પર્યાયવાળા છે ? અનિત્ય પક્ષ સ્વીકારીએ તે જ આત્માના ભૂતકાલીન પર્યા, વર્તમાન પર્યાય અને ભવિષ્યમાં થનારા પર્યાની સંગતિ બની શકે છે. તે વિના એક જ આત્મા-ભૂત–ભાવિને પર્યાને કેવી રીતે પ્રાપ્ત કરશે ?
સેમિલની માનસિક અવસ્થાને ખ્યાલ કરીને ભગવંતે કહ્યું ફેમિલ ! સંસારમાં આવા શાબ્દિક વિતંડાવાદે જ્યાં સુધી ઉપશમિત થતા નથી ત્યાં સુધી માનવ સૌમ્ય, સામ્ય અને સમાધિસ્થ થતું નથી. અભિગ્રહિત મિથ્યાત્વના પ્રભાવથી સમજદાર માણસ પણ કેવળ શબ્દની વ્યુહ રચનામાં ગઠવાઈને તત્વના અસલિયતથી હજારો માઈલ દુર રહે છે, અને