SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૭ મહાવીરનું શિષ્યત્વ સ્વીકારું અથવા મહાવીરને નિરુત્તર કરીને મારી જયપતાકા ફરકાવું. એમ સમજીને ફરીથી તેણે નીચે પ્રમાણે પ્રશ્નો કર્યા છે. સરિ સવય શું ભક્ષ્ય છે? કેવળજ્ઞાનના માલિકને તેની વકતા જાણતાં વાર ન લાગી છતાં પણ નાસ્તિક–મિથ્યાત્વી કે વક્ર આદિ વિશેષણેથી તેને નવા નથી, પણ સ્યાદ્વાદ ભાષાને આશ્રય લઈ અથવા લિષ્ટ ભાષાનું મર્મ જાણીને ભગવંતે કહ્યું કે હે સેમિલ! સરિ સવયા” શબ્દના બે અર્થ થાય છે: (૧) સરસવ (૨) સમાન વયને મિત્ર. તેમાંથી તમારા બ્રાહ્મણ સૂત્રમાં બીજે અર્થ કરાવે છે. તે મારા માટે અભક્ષ્ય છે, એટલે ખાવા લાયક નથી, કેમ કે પંચેન્દ્રિય જીવને મારીને તેમના માંસ સૌને માટે અભક્ષ્ય જ હોય છે, અને ખાસ કરી દેવ જેવા માનને માટે વિશેષ પ્રકારે અભક્ષ્ય છે. પરંતુ ધાન્ય વિશેષ અર્થ “સરસવ થાય તે અમારા માટે ભક્ષ્ય છે. તેમાં પણ તે સરસવ અગ્નિ આદિ શસ્ત્રથી અચિત (જીવ વિનાના) થઈ ગયા હોય, તે ભક્ષ્ય છે, અને તેમાં પણ એષણાય એટલે યાચના કર્યા પછી મળ્યા હોય તે ભક્ષ્ય છે, કેમ કે જૈન મુનિને તૃણથી લઈને સંસારની કઈ પણ વસ્તુ માંગ્યા વિના લેવાની નથી હોતી. અદત્તાદાનના પાપ માટે કે વ્રતના ભંગ માટે સચિત, અષણીય અને યાચના કરતાં ન મળે તે કોઈ પણ પદાર્થ મુનિને માટે નિષેધ છે. માટે તું સમજ. શું માષ ભક્ષ્ય છે? ભગવંતે કહ્યું કે હે મિલ! તારા બ્રાહ્મણ સૂત્રોમાં ભાષ શબ્દના બે અર્થ છેઃ (૧) માષ એટલે માસ (મહિના)
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy