________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦
(૨) નિયમ:-લીધેલા પાંચ મહાવ્રતેને પાળવા માટે :૧. ઉત્તર ગુણોને ધારણ કરવા. ૨. ઇન્દ્રિય અને મનનું જેનાથી દમન થાય. ૩. જય દ્વારીને રોકવા માટે અભિગ્રહ વિશેષ. ૪. શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર
પ્રાણિઘાત કરવું. ૫. ન કલ્પી શકાય તેવા વિચિત્ર અભિગ્રહને ધારવા. ઉપર પ્રમાણે નિયમો છે જેનાથી મહાવ્રતે દઢ બને છે.
(૩) સંયમ :-પૃથ્વીકાયાદિ જેનું રક્ષણ કરવું તે સત્તર પ્રકારે સંયમ કહેવાય છે.
(૪) સ્વાધ્યાય -પિતાને વિચાર કરે તે સ્વાધ્યાય છે.
(૫) ધ્યાન :-આત્યંતર તપ વિશેષ જે મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક કરાય તે ધ્યાન છે. (૬) આવશ્યક -તેના અર્થો નીચે પ્રમાણે છે. ૧. જેનાથી ચારે બાજુથી આત્મા વશ્ય બને. ૨. શરીરની બધી ચેષ્ટાઓને ત્યાગ થાય. ૩. પાપ અને આશ્રવ માર્ગથી પાછું વળવાનું થાય. ૪. મુનિઓને તથા સાધકોને અવશ્ય કરવાનું રહે. પ. જેનાથી જ્ઞાનાદિ ગુણે અને મોક્ષ પણ વશ્ય બને. ૬. ઈન્દ્રિયાદિ ભાવ શત્રુઓના જોર જેનાથી નાશ થાય. ૭. સંપૂર્ણ અને ચિરસ્થાયી આમાના ગુણેની
પ્રાપ્તિ થાય.