________________
૪૩ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ યુમે કેટલા છે?
જવાબમાં ભગવંતે ચાર યુગ્મ કહ્યાં છે તે આ પ્રમાણે કૃતયુગમ, એજયુમ, દ્વાપરયુગ્મ અને કલ્યયુગ્મ.
આ ચારે પારિભાષિક શબ્દો હોવાથી યુગ્મ અને એને અર્થ સંખ્યાવાચક જાણ. અન્યથા ગણિત શાસ્ત્રમાં યુગ્મ એટલે સમસંખ્યા (બે કી સંખ્યા) અને એજ એટલે વિષમ એકી સંખ્યા થાય છે.
આ પ્રશ્નોત્તરમાં બંને સંખ્યાવાચક છે. ભાવાર્થ આ પ્રમાણે છે.
સંખ્યા ચાહે લખી શકાય કે ન લખી શકાય તેટલી હોય પણ જેમાંથી ચાર-ચારની સંખ્યાને કમ કરતાં શેષ ચાર રહેવા પામે તે કૃતયુગ્મ કહેવાય છે. જેમ ૧૬-૩૨-૬૪-૧૨૮ આદિથી લઈ પલ્યોપમ કે સાગરેપમ પણ હેય પણ શરત એટલી જ છે કે તેમાંથી ચાર ચાર સંખ્યાને બાદ કરતાં શેષમાં ચારની સંખ્યા રહેવી જોઈએ.
ઉપર પ્રમાણે જ ચાર ચારને ઓછા કરતાં શેષ ત્રણ રહે તે તે જ કહેવાશે જેમ ૧૫-૧૯-૨૩-૨૭ આદિ.
શેષ બેની સંખ્યા રહે તે દ્વાપરયુમ કહેવાય છે. જેમ ૬-૧૦-૨૨ આદિ.
એક શેષ રહે તે કલેજ કહેવાશે જેમ ૧૩-૧૭ આદિ. આ કારણે મેં કહ્યું કે આ ચારેને સંખ્યાવાચક સમજવા.
નારકો શું કૃતયુગ્ય છે?
જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમની અપેક્ષાએ ભગવંતે કહ્યું