SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દુસ્થાન અર્થાત્ જે સ્થાનમાં વધારે ઠંડી પડે, ગરમીની મોસમમાં વધારે ગરમી પડે, માખી-મચ્છર આદિની વૃદ્ધિ થતી રહે તથા દુશધ્યા-ઉંચી નીચી જમીનવાળી શય્યાઓની પ્રાપ્તિ થાય, તથા ઊઠવું–બેસવું આદિ આસનની પ્રાપ્તિમાં તેવા પ્રકારના દુઃખદાયી પુદ્ગલે મળતા જ રહે ઈત્યાદિ કાર્યોમાં અશાતાજનક કર્મો જ કારણરૂપે છે, જે જીવાત્માના જ કરેલા હોય છે. સારાંશ કે પૂર્વભવના કરેલા તેવા પ્રકારના અશાતાજનક કર્મો જ યદિ જીવાત્માએ ન કર્યા હતા તે આ ભવમાં તે દુઃખની પ્રાપ્તિવાળા તેવા તેવા ગંદા સ્થાને પ્રાપ્ત થયા ન હોત. યદિ આ કમેં જીવાત્માએ ન કર્યા હોત અને દુઃસ્થાન આદિની પ્રાપ્તિ થાય ત્યારે “અકૃતાગમ” એટલે ન કરેલા કર્મોને ભેગવવાની પ્રાપ્તિ થતાં સંસારની વ્યવસ્થામાં જ હાનિ થવાનો સંભવ રહે છે, પણ તેવું કોઈ કાળે થયું નથી, થશે પણ નહીં. માટે કર્મો ચેતના જીવ અર્થાત્ પિતાના આત્માથી જ કરાય છે. યદિ જીવાત્માએ જેવા તેવા પરિણામોથી તે તે અશાતાજનક કર્મો ન બાંધ્યા હોય? તે જીવને જ્વર (તાવ) શી રીતે આવે? માથું શા માટે દુઃખે? બીજાના નિંદક અને કર્કશ શબ્દો શા માટે સાંભળવા પડે? સ્થાને સ્થાને અપમાન શા માટે થાય ? બીજાનું સારૂ કરવા જતાં ખેટું શી રીતે થાય? ઈત્યાદિક કારણથી જીવાત્માને ભયંકર માનસિક કે શારીરિક દએ ભેગવવું પડે છે. માટે કર્મો જીવની ચેતનાથી જ કરાય છે. શતક ૧૬ નો ઉદ્દેશો આજે પૂર્ણ ૩
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy