________________
શતક ૧૫ મું ઉદ્દેશક-૧
૩૨૧
પછી ગોશાળે મરીને કયાં જશે?
ગૌતમસ્વામીના પૂછવાથી યથાર્થવાદી, ભગવંતે કહ્યું કે મુનિઓને તથા જૈન શાસનને દ્રોહી–ઘાતક તે વિમલવાહન રાજા (ગશાળ) મરીને હે ગૌતમ! સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન થશે, જ્યાં ભયંકર વેદનાઓ ભેગવી માછલાના અવતારને પામશે, ત્યાં પણ કસાઈઓના હાથે શસ્ત્રઘાતથી મરીને પુનઃ સાતમી નરકે જશે. પાછે મસ્યાવતારને પામી શસ્ત્રઘાતે વિના મતે મરીને છઠ્ઠી નરકે જશે. ત્યાંથી નીકળીને સ્ત્રીને અવતાર પામશે. ત્યાં પણ બીજાઓનાં શસ્ત્ર, દંડા આદિથી થાવત્ અસહ્ય દાહપીડાથી મરણ પામી પાંચમી નરકભૂમિમાં જશે. ત્યાંથી સર્ષના અવતાર પામશે, જ્યાં બીજાઓના ડંડા ખાઈ વિના મતે મરીને ધૂમપ્રભા નરકમાં જશે. પુનઃ સર્પના અવતારને પામી, પાછા ચોથી નરકે જશે, ત્યાંથી અનુક્રમે સિંહાવતાર, ચોથી નરક, કુર્માવતાર ( કાચબો), બીજી નરક, સર્વાવતાર, પહેલી નરકભૂમિ, ત્યાંથી નીકળીને સંજ્ઞી અવતાર પામશે, જ્યાં શસ્ત્રવધ, દાહ પીડામાં કાળ કરી અસંશી જન્મને મેળવશે. ત્યાંથી પ્રથમ નરકમાં જશે, ત્યાંથી પાછા લાવાર પક્ષીને જન્મ લેશે, પ્રત્યેક સ્થળે શિકારીઓની બંદુક, ડંડાને માર, ફણ કે તીરથી મૃત્યુ થશે, પછી ભુજ પરિસર્પનું જીવન લાવાર મેળવશે, પશુઓના અવતાર પણ લાવાર મેળવશે; પછી કાચબા, મત્સ્ય અને શાહ આદિના જન્મ પણ લાવાર કરશે, સર્વત્ર વિના મેતે બીજાઓથી મૃત્યુ પામશે. ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, દ્વીન્દ્રિય આદિના જૂદા જૂદા અવતારે પણ લાખ વાર કરાશે, ત્યારપછી રાજગૃહીનગરીમાં વેશ્યાને ત્યાં અવતાર પામશે, ત્યાં પણ લુચા, ગુંડા આદિના હાથે મરી વિધ્યાચલની