________________
શતક ૧૫ મું: ઉદ્દેશક-૧
૩૧૫ જન્મ અને જીવિત સફળ કર્યા છે. આ પ્રમાણે દિવ્યા વાણી થઈ
ગોચરી લઈને સિંહમુનિ ભગવંત પાસે આવ્યા અને ઈરિયાવહી” સૂત્રાદિથી આલેચના કરી, લાવેલે આહાર ભગવંતના હાથમાં મૂક્યો અને સર્વથા અમૂચ્છિત ભાવે પર માત્માએ આહારને ઉપયોગ કર્યો. ત્યાર પછી ભગવાન રેગરહિત બનીને બળ, ઉત્થાન તથા પુરુષાકારમાં પૂર્વવત્ થયાં, આબાલગોપાલ સૌ જીવે ઘણા જ પ્રસન્ન થયા. ગૌતમસ્વામીજીથી લઈને બધા શ્રમણ, શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓના હૃદય મયૂર પ્રસન્નતાથી નૃત્ય કરતાં થયા, અને જીવમાત્રના ઉપકારી, શરણ રહિત જીવના શરણદાતા ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પવિત્ર કરતા અનેક ભવ્ય જીના ઉદ્ધારક બન્યા.
નોંધ: અહિં “pવેવવોથરી, મારવા, ૬મંg” ઈત્યાદિ શબ્દોના પ્રયોગ વડે સૌને એ ભ્રમ થઈ શકે છે કે બીમારીના પ્રસંગને લઈ ભગવાન મહાવીરસ્વામીએ માંસને પ્રયોગ કર્યો હશે? પણ ઘણું સ્થળોએ ભ્રમ એ ભ્રમ જ હોય છે, જેમાં સત્યતા નથી હોતી. હવે આ શબ્દોની મીમાંસામાં જાણવાનું કે, ઉપર્યુક્ત શબ્દો ૨૫૦૦ વર્ષ પહેલાના છે. આજના નથી. તે સમયે આ શબ્દ વનસ્પતિ વિશેષમાં ઉપયુક્ત હતાં. આ સંસારમાં સામાન્ય અને વિશેષ વ્યક્તિઓ હોય છે અને તેમને વ્યવહાર પણ જૂદી જૂદે હેય છે. જ્યારે મહાવીરસ્વામી વિશેષતમ વ્યક્તિત્વના ધારક હોવાથી દયા અને અહિંસાની જ્યાં સીમા પૂર્ણ થાય છે તે દયા ધર્મના તથા અહિંસા ધર્મને