SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૭ ૨૭૯ કરતાં સાત લવ પ્રમાણ આયુ ઓછું ન હતું તે તે સંયમી સર્વે કર્મોને ક્ષય કરી નિર્વાણ પામ્યા હતા પણ તેમ થયું નથી માટે દેવલેકમાં જાય છે. અનુતરૌપપાતિક દેવોની વકતવ્યતા : આ પદને અર્થ ફરમાવતાં ભગવંતે કહ્યું કે, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ જેમને જન્મ સર્વશ્રેષ્ઠ હોય તે અનુતૌપપાતિક દેવ કહેવાય છે. સારાંશ કે બધાએ દેવે કરતાં અનુતરૌપપાતિક દેના શરીરની ગંધ, તેમનાં રૂપ, સ્પર્શ અને શબ્દો-સર્વથા અનુતર હોય છે. ઉત્કૃષ્ટતમ સંયમની આરાધના કરતાં મુનિરાજેની તપશ્ચર્યામાં કેવળ એક જ છઠ્ઠ તપ શેષ રહે છે, અને આયુષ્ય મર્યાદા પૂર્ણ થાય ત્યારે તે મુનિઓને આ દેવલેકમાં આવવાનું થાય છે. આ દેવોના સુખનું વર્ણન - ભવનપતિથી લઈ ૧૨મા દેવલેક સુધીના દેવે કપિન્ન હેવાથી, તેમને તીર્થકરોના પાંચ કલ્યાણકમાં આવવાનું થાય છે, પરંતુ ૩૩ સાગરેપમની ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદાવાલા આ અનુતરદેવે કલ્પાતીત હેવાથી પોતાની દેવશય્યામાં રહીને જ વિહરમાન તિર્થંકરોને ભાવ વન્દના કરે છે અને કેવળજ્ઞાની ભગવંત પણ સમવસરણસ્થ થઈને જ જવાબ આપે છે અને તેઓ શંકારહિત થાય છે. ઉપશમ શ્રેણી માંડ્યા પછી એક પછી એક ગુણઠ્ઠાણને પ્રાપ્ત કરતાં ૧૧ મા ગુણઠ્ઠાણે આવે છે. ત્યાં આયુષ્યકર્મની
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy