________________
કઈ ખ્યાલ નથી માટે એક પાટ પર બેસીને આપણે ચોમાસામાં સાથે વ્યાખ્યાન આપીએ. તે સમાજને કંઈક ફાયદો જરૂર થશે.” આ વાત ચાલતી હતી ત્યાં કાનજીસ્વામીના તિજીએ દિગંબર મુનિના કાનમાં ફૂંક મારી કે–વેતાંબર મહારાજને કાંઈ આવડતું લાગતું નથી એટલે ચર્ચાની વાતને ટાળી રહ્યા છે. જવાબમાં પંન્યાસજીએ કહ્યું કે-યતિજી મહારાજ ! મને રાં આવી છે અને શું નથી આવડતું એ જવા દો. આ તમારા જ્ઞાન ભંડારમાંથી ગમે તે એક ગ્રન્થ કાઢીને મને આપે અને પરમદહાડેથી મારી પાસે અભ્યાસ કરવા બેસે, તેમાંથી એકાદ પંક્તિને પણ જે હ અર્થ ન લગાવી શકું તે તે જ સમયે તમારી સામે એલપટ્ટી ઉતારીને દિગંબર ધર્મ સ્વીકાર કરી લઈશ અન્યથા તમારે વેતાંબર બનવાનું રહેશે, બોલે છે શરત મંજૂર ? યતિજી નિરૂત્તર થયા અને સૌ ઘર ભેગા થયા.
(૨) મધ્ય પ્રદેશના એક વ્યાપારી ક્ષેત્રના ચાતુર્માસ દરમ્યાન અધિક માસના કારણે ખરતરગચ્છના પર્યુષણ પહેલા શ્રાવણ મહિનામાં આવ્યા અને પંન્યાસજીએ તેમના સંઘની વિનંતીને માન્ય કરી ક૯પસૂત્ર અને બારમાસૂત્ર વાંચેલું. ત્યારે ભાવનગરથી અભયચંદ ભગવાનદાસ ગાંધીએ તેમના ગુરુજીનું લખેલું “પયુંષણ વિચાર’ નામનું પુસ્તક પન્યાસજીને લાલ ઝંડી દેખાડવા માટે મેકલાવ્યું. જવાબમાં પંન્યાસજીએ લખેલું હતુ કે-“મારા ગુરુજીનું લખેલું પુસ્તક કેવળ ચર્ચાત્મક છે, પણ કલ્પસૂત્ર કે બારસાસૂત્ર બે વાર વાંચવામાં પાપ લાગતું હોય કે વિરાધના થતી હોય તે ભાવ આ પુસ્તકમાં નથી. કેમકે કલ્પસૂત્રમાં કેવળ તીર્થંકર પરમાત્માઓના ચરિત્રે જ છે, જેના વાંચનથી સંયમના પર્યાયે શુદ્ધ જ થાય છે ”
(૩) વિ. સં. ૨૦૧૩ના સુજાલપુર મંડીના ચાતુર્માસ દરમ્યાન સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા પણ પરાધન