________________
૨૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) યક્ષાવેશ ઉન્માદ : પૂર્વભવને કઈ વૈરી દેવ કે દેવીને પ્રવેશ માણસમાં થવાથી, તે માણસ પોતાની શુધ બુધ ગુમાવી દે છે ત્યારે કઈક સમયે માથું ધુણાવે છે, અસબંધ બકવાટ કરે છે, ઘરમાં તેડફેડ કરે છે. સૌને પરેશાન કરે છે અને બીજા સમયે લાકડાની જેમ સૂતે હોય છે, ઈત્યાદિ યક્ષોન્માદના લક્ષણ છે.
(૨) મહેદોન્માદ: મેહ-મિથ્યાત્વ અને સંસારની માયામાં બેભાન બનીને તીવાતિતીવ્રરૂપે ઉપાર્જન કરેલા મેહકર્મને ઉદય જ્યારે આ ભવમાં થાય છે, ત્યારે માનવના શરીરમાં મેહવાસના, વિષયવાસના, પાપવાસના અને કષાયવાસના ભડકે બળે છે. તે સમયે જીવાદિ તને જ્ઞાતા પણ પુરુષવેદ કે સ્ત્રીવેદના તોફાનમાં મર્યાદાતીત મસ્તી કરે છે, જેના કારણે પિતાના જીવનતત્ત્વની પણ શુધબુધ ખાઈ દે છે. તે સમયે મેહવાસનાને ગુલામ બની ગમે તેવી અસભ્ય ચેષ્ટા, ભાષણ, ઈશારા, પત્રવ્યવહાર આદિમાં રાગાન્ધ બનીને વડિલેને, ગુરુએને, યાવત્ ધર્મપત્નીનો ધમ્ય વ્યવહાર ભૂલી જઈને ભૂંડ જેવા કર્મો કે કૂતરાવેડા જેવા નિંદનીય કર્મોમાં પોતાની ખાનદાની કે પિતાના ભણતર ગણતરને પણ અભરાઈએ મૂકી દે છે. આ ઉન્માદ જ્યારે જ્યારે મર્યાદાથી બહાર જાય છે ત્યારે ગમે તેવા પુરુષ કે સ્ત્રીને, નાનાને કે મોટાને, પંડિત કે મૂર્ખને, કુંવારા કે પરણેલાને, કુંવારી કે વિધવા તથા સધવાને સર્વથા તેફાને ચડાવી દે છે.
સંસારની ભયંકર વેદનાઓને ભેગવ્યા પછી દીક્ષિત થયેલા સંભૂત મુનિને વંદન કરતી સનતકુમાર ચક્રવર્તીની રાણીના મૃદુલ વાળના સ્પર્શ માત્રથી મહેન્માદના નશામાં