SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બાંધ્યું છે તે જુગતિથી એક સમયમાં જ નરકભૂમિમાં જવાની ક્ષમતા રાખે છે અને વિગ્રહગતિ(વક ગતિ)થી બે અથવા ત્રણ સમયમાં નરકભૂમિમાં જશે. યદ્યપિ માણસના બાહુ પ્રસારણમાં શીધ્ર ગતિ જરૂર દેખાય છે તે પણ તે ગતિમાં અસંખ્યાત સમય હોય છે માટે નરકગતિની શીવ્રતાને પુરુષની તે ગતિમાં સમાનતા હેઈ શકે તેમ નથી. તે પ્રમાણે અસુરકુમારાદિ ભવનવાસીઓની, પૃથ્વીકાયિક આદિ–એકેન્દ્રિયની, વિકસેન્દ્રિયની, મનુષ્ય તથા પશુઓની વાનવ્યંતર, જ્યોતિષ્ક તથા વૈમાનિક ગતિ પણ એક, બે કે ત્રણ સમયની હોય છે. તેમાં સ્થાવરે માટે ચાર સમય સુધીની મર્યાદા છે. સારાંશ કે એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે સમશ્રેણીમાં રાજુગતિથી એક સમયમાં અને વિશ્રેણીમાં વિગ્રહ-ગતિથી બે કે ત્રણ સમયમાં ઉત્પત્તિસ્થાને જીવ માત્રને ગયા વિના છુટકારે નથી; માટે ખરી રીતે આને જ શીધ્રગતિ કહેવાય છે. બાહુ પ્રસારણમાં આપણી ચર્મચક્ષુ ભલે શીવ્રતાની કલ્પના કરી લે તે ય તેમાં અસંખ્યાત સમયે સમાયેલા છે. બે સમયમાં એક વિગ્રહગતિ, ત્રણ સમયમાં બે અને ચાર સમયમાં ત્રણ વિગ્રહ સમજવાના છે. બે સમયની વિગ્રહગતિ આ પ્રમાણે કઈ જીવ જ્યારે ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકમાં પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવાને હોય છે, ત્યારે પ્રથમમાં તે નીચે આવે છે અને બીજા સમયમાં તિરછી ઉત્પત્તિસ્થાને જાય છે. આ બે સમયની એક વિગ્રહગતિ માટે જાણવું. ત્રણ સમયની વિગ્રહગતિ આ પ્રમાણે –જ્યારે જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકના વાયવ્ય કેણમાં ઉત્પન્ન થવાને હોય છે ત્યારે પ્રથમ સમયે સમ શ્રેણીથી નીચે આવે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy