________________
૧૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
'
છે, તેમ સાપેક્ષવાદ કોઈ સ્વત ંત્ર ધમ નથી કે મહાવીરસ્વામી જ તેના ઉત્પાદક કે વાચક નથી. પરંતુ વસ્તુમાત્રના સત્ય જ્ઞાનને મેળવવા માટે જુદી જુદી અપેક્ષાએ તેમાં રહેલા અસ્તિત્વધર્માંના સ્વીકાર અને નાસ્તિત્વ પર્યાયાના પરિહાર કરી ભાષાવ્યવહાર કરવા તે સાપેક્ષવાદ છે.
અનંતાનંત ચેતન કે અચેતન પદાર્થાથી પૂર્ણ હાવાથી પ્રત્યક્ષ દેખાતા આ બ્રહ્માંડને નિશાળ( School )ની ઉપમા આપવામાં આવી છે અને મનુષ્ય ચેાનિ પ્રાપ્ત મનુષ્યને વિદ્યાર્થીની ઉપમા આપી છે.
અનંત સંસારના માયા પ્રપંચના ઘેનમાં બેભાન બનેલે જીવાત્મા સ ખ્યાત—અસંખ્યાત કે અનંતભવામાં સ્પષ્ટ કે અસ્પષ્ટ અકથનીય વેદનાઓને ભાગવીને સારી રીતે થાકી ગયા પછી જ કોઈ એકાદ ભવમાં મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી અને છે. આવી પરિસ્થિતિમાં પણ તે ભાગ્ય શાળી જો સત્યજ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ ન બની શકયો તે પાછે અન ત સંસારના ગમાં પટકાઇ ગયા વિના રહી શકે તેમ નથી. અને આવી રીતે તે આ જીવાત્માએ અનંત વાર મનુષ્ય અવતારો મેળવ્યા અને ફોગટ ગુમાવી પણ દીધા છે.
આ ભવના આંટા સાČક કરવા હાય, પરમાત્માની કૃપા મેળવવી હાય, સદ્ગતિઓના સ્વામી બનવું હોય, સંસારના બધાયે મનુષ્યા સાથે મૈત્રીભાવ કેળવવા હાય તે। ભાષાવ્યવહારને સુધાર્યાં વિના છુટકારા નથી; કેમકે અહિંસક-સત્યવાદી કે સદાચારી જીવનના મૂળ પાસેા જ ભાષાવ્યવહાર છે જેને સુધાર્યાં વિના સંસારના કોઈપણ માણસ મૈત્રીભાવપ્રમાદભાવ, કારુણ્યભાવ કે ઉપેક્ષાભાવને કેળવી સકવાના નથી.