________________
શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૫
૮૯
પરમાણુ પુદ્ગલને એક વર્ષે, એક રસ, એક ગ’ધ અને એ સ્પર્શ હાય છે.
જીવાસ્તિકાય જીવની અપેક્ષાએ વર્ણાદિ રહિત હાવાથી આત્મા કાળા-ધોળા, ઠીંગણા, કે આસવાલ, પારવાલ, શ્રીમાળી, ક્ષત્રિય, બ્રાહ્મણ, સ્ત્રી-પુરૂષ, ગુજરાતી, મારવાડી, કાઠિયાવાડી, કે કચ્છી નથી. છતાં પણ શરીરને લઇને તેવા સખાધના થાય છે. શરીર નાશવંત છે. આત્મા શાશ્વત છે. એમ સમજી શરીરની સાધના કરવા કરતાં આત્માની સાધના કરવી.
બીજું શરીર ગ્રહણ કરવા માટે જ્યારે આ જીવાત્મા ગર્ભમાં આવે છે ત્યારે ગર્ભવ્યુત્ક્રાન્ત જીવ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગધ અને આઠ સ્પશ વાળા હાય છે.
જૈન શાસનની યથાવાદિતા છે કે વસ્તુસ્થિતિ જે પ્રમાણે છે તેને તે પ્રકારે જ પ્રરૂપવી. સર્વથા એકાન્તવાદે કે ક્ષણિકવાદે એકેય પદાથ ના નિર્ણય સત્ય સ્વરૂપે થઈ શકે તેમ નથી અને છેવટે કર્માંના કારણે જીવાત્મા ભવભ્રમણ કરે છે.
શતક ૧૨ના પાંચમા ઉદ્દેશા પૂર્ણ