________________
૭૨]
[ શ્રી સિદ્ધિપદ
આત્મા છે એવું સિદ્ધ નહીં કરી શકો તેવું બનશે પણ તમારા મગજમાં કોઈ પેસાડી નહીં શકે કે આત્મા નથી.
જમાનો બદલાય છે તેમ સત્ય નથી બલાતું પણ સત્ય સમજવાના માર્ગો બદલાઈ શકે છે. ભાષા બદલ કરવાથી કઈ ભાવ નથી બદલાતા, હા શબ્દરાશિ અવશ્ય બદલાય છે. પૂ. આ. દેવેશ આત્માની સિદ્ધિ તેમના જમાનાના સમજવાના રસ્તે કરી દીધી છે.. પણ આજે નવા મૂલ્યાંકનને વાવડ વાય છે. પણ જે સત્ય છે તે તે સિદ્ધ થવાનું જ છે. અને આ વાતનું સમર્થન કરવા માટે અહીં પરિશિષ્ટ જોડવામાં આવ્યું છે. જુઓ પરિશિષ્ટ નં-૨,