________________
વિવેચન ]
[ પ૩૧ છૂટીને, ઝીણું પદાર્થોને સમજવાની હામ ભીડી હશે, આખી બદામ ખાધી હશે, બદનામ વાસનાને હરામ સમજી કાઢી નાંખી હશે તેને આ વાત અવશ્ય સમજાશે કે સંગરહિતપણું અને બંધનમાંથી મુક્ત થવાપણું આ બે હેતુઓ આત્માને મોક્ષમાં જવા માટે ઊર્ધ્વગતિ કરવામાં નિમિત્તો અવશ્ય છે પણ આ નિમિત્તો ઊર્ધ્વગતિ પરિણત આત્માને ગતિમાં અવરોધ કરતાં તને દૂર કરવારૂપ છે.
ન્યાયની પરિભાષામાં ગતિરૂપ કાર્ય માટે જે સંગ અને બંધરૂપ પ્રતિબંધ છે તેના અભાવરૂપ હોવાથી પ્રતિબંધક અભાવરૂપે કારણ છે.
જેમ ઘડે બનાવવામાં દંડ કારણ કહેવાય છે અને દંડ વિના ઘડે ન બને તેમ ઘડે બનાવતા આકસ્મિક વર્ષો પડે કે વાવાવંટેળિયું આવે તે પણ ઘડે ન બની શકે તેથી વર્ષા ન પડી કે પવનનું તોફાન ન થયું તે પણ કારણ છે પણ તે રેધ કરનાર–પ્રતિબંધ કરનાર તત્ત્વના અભાવરૂપ છે. જો આ કારણે દૂર ન રહ્યા હોય અર્થાત્ પવનનું તેફાન કે વરસાદ આવે તો ઘડે ન જ બની શકે પણ આ બંને ન હોય છતાં ઘડે બનાવવા માટે આ બેના આભાવરૂપ કારણ સિવાય ત્રીજા પણ કોઇ કારણની જરૂર છે. તેમ અહીં ઊર્ધ્વગતિ સ્વભાવવાળા જીવને સંગ અને બંધનરૂપ પ્રતિબંધના અભાવરૂપ કારણ તે સર્વ કર્મોને ક્ષય થતાં મળી રહે છે. પણ તે આત્મામાં ગતિ પરિણામ પેદા કરનાર તેને સર્વ કર્મ ક્ષય કરતી વખતને છેલ્લો સકમંદશાને પ્રયત્ન હોય છે તે જ નિમિત્ત બને છે. - જેમ દંડ ચાકડાને ભમાવી લઈ લેવામાં આવે છે છતાં ચાકડે અમુક વખત સુધી ચાલે છે તેમ આત્માને છેલ્લે જે સશરીરી–સકર્મા દશામાં પ્રયત્ન હોય છે તે પ્રયત્નથી જ