________________
વિવેચન ]
[ ૪૭૯ તમને ને મારે તે હું પણ દૂર છું તે મને કેવી રીતે મારી શકશે ? આ પહેલે વિક૯૫ ખોટે છે.
બીજા વિકલ્પ પ્રમાણે વિચારો તે ય હાથી પાસે આવી મને મારે તે શક્યતા ખોટી છે. કારણ હાથી પર બેઠેલ મહાવત મારા કરતાં પણ વધુ નજીક છે. તેને નથી મારતો તે મને કેવી રીતે હાથી મારશે? માટે હે લેકે ! તમે હારી ગયા છે...”
હજી તે આ વાત પૂરી થઈ નથી અને હાથી નજીક આવી ગયે. મહાવતના વાર્યા છતાં માર્ગમાં ઊભેલા પંડિતને જોઈને ખીજાયેલા હાથીએ સૂંઢથી પંડિતને રસ્તા પર પટકી દીધા. લેકોને પંડિત પર દયા તે આવી, સારવાર તે કરી પણ તેમનું હસવું રોક્યું રેકાતું ન હતું, ગામના છોકરાઓ પણ તેમને પૂછવા માંડ્યા.” “કેમ પંડિતજી હાથીએ તમને દૂરથી માર્યા કે નજીકથી ? ક્યા વિકલ્પથી માર ખાધે?” પંડિતજી શું બેલે?
આવી રીતના પોથી પંડિત બનીને આપણે માત્ર યુક્તિથી વાત નથી કરતા. આપણે તે જ્યાં શાસ્ત્ર, જ્ઞાનીએને અનુભવ, મહાપુરુષોની આજ્ઞા હોય તે જ વાતને યુકિતથી સિદ્ધ કરવાની હોય.
આપણે અત્યાર સુધી એ જ શાસ્ત્રીય વાત સિદ્ધ કરી છે કે ગમે તેટલા જીવ મેક્ષ જાય તે પણ સંસારમાં જી ખૂટવાના નથી. ભવ્યે બધા જ મેક્ષ પહોંચી જાય અને અભવ્યે જ સંસારમાં રહી જાય તેવી દશા પણ આવવાની નથી. લેકમાં સિદ્ધો અને સંસારીઓ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે.