________________
વિવેચન ]
[ ૩૮૧
નંદનતરીકે જ નામ પડી ગયું. તે નંદના ભાઈએ દીક્ષા લીધી હતી. લેકે ના મઢેથી વાતો ગઈકે, પોતાને ભાઈ સ્ત્રીમાં અત્યંત લુબ્ધ થઈ ગયું છે.” દીક્ષિત થયેલ ભાઈને દયા આવી. તેમને થયું કે આ બિચારે સ્ત્રીમાં લુબ્ધ બનીને નરકમાં ચાલ્યા જશે. પરિણામ ભયંકર આવશે. તેનું બિચારાને ભાન નથી. માટે કરુણું કરીને ભાઈ તેને પ્રતિબોધવા તેના ગામ આવ્યા. ઘેર જઈને ધર્મલાભ આપે. ભાઈને વહેરાવવું તે જોઈએ જ. એટલે નંદ નીચે આવ્યે વહેરાવ્યું. મુનિ બનેલ ભાઈએ પણ કમાલ કરી. હાથમાં પાત્રા આપી દીધા. હવે તે ગમે તે થાય તેય તેમની સાથે મૂકવા માટે ગયે જ છુટકે હતે. એટલે હાથમાં પાત્રા લઈને ચાલ્યો. મુનિ બનેલ ભાઈ કહેઃ “જાવ અહીંથી ચાલ્યા જાવ.” પણ હાથમાં રહેલું પાત્ર મુનિને પાછું કેવી રીતે અપાય? એટલે ઉદ્યાનમાં ઉતર્યા હતા ત્યાં સુધી ગયા. લોકોએ હાથમાં પાત્રો જોયા એટલે કહેવા માંડયાઃ “સુંદરી નંદને દીક્ષા લઈ લીધી ” લોકો વિવિધ–વિવિધ રીતે હસવા માંડયા !
પણત્યાં ગયા હતા એટલે વ્યાખ્યાનમાં તે બેસવું પડે. વ્યાખ્યાનમાં ભાઈમહારાજે તે ઉત્કટરાગના પરિણામે દેખાડ્યા. અંતે કહ્યું કે, “આવા સ્ત્રઘેલા માણસો મેક્ષ ન પામી શકે. તેઓ સંસારમાં ય પરાપવાદ અને હાસ્યનું સ્થાન બને છે. જે રાગ કાબૂમાં ન રહે તો આયુષ્યને પણ નાશ થાય. અકાલે મેત થાય. મળવા ને મળવાની ઝંખનામાં મળવાનું હંમેશા માટે બંધ થઈ જાય.” સાચા પ્રતિબંધથી તેનું મન થોડું તે ઠેકાણે આવ્યું પણ હજી ય વૈરાગ્ય વધારે જાગે તે માટે કરુણા કરીને તેમને મુનિ ભાઈએ