SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ] [ શ્રી સિદ્ધપદ પ્રશ્નઃ—કેમ મહારાજ સાહેબ ! આપણે મહાવિદેહના માનવ બનવા ઈચ્છા રાખીએ છીએ ને ? જવાબઃ—પણ....તમે વચમાં મહાવિદેહને શા માટે લાવ્યા ? માત્ર માનવ બનવા માટે કેમ ઈચ્છતા નથી ? એટલે ખરી રીતે તે તમે મહાવિદેહના માનવ બનવા ઇચ્છે છે. કારણકે મહાવિદેહક્ષેત્ર તમારી પાસે જન્મભૂમિ તરીકે નથી માટે તે અપ્રાપ્ત જ થયું. તેથી ય તમે તેને મેળવવાની ઈચ્છા કરો, પણ મહાવિદેના માનવી કંઈ મહાવિદેહને માનવી અનવાને ઇચ્છા રાખે ખરા ? આવી જ રીતે આપણે ભગવાનના સમયના ત્રીજા–ચેાથા આરાના માનવી બનવા ઈચ્છીએ. શા માટે ? કારણ આપણે તે કાલમાં જન્મયા નથી, માટે તે કાલ આપણી પાસે નથી. કાલ આપણને પ્રાપ્ત નથી, માટે તે ‘કાલ'ની જ . ખરેખર આપણી ઈચ્છા હોય છે, આમ ઇચ્છા હંમેશા અપ્રાસને પ્રાપ્ત કરવાની જ હોય. તમે કહા કે ધન, પુત્ર, વૈભવવિલાસ મળ્યા હાય છતાં ય તે ચાલી ન જાય તેની ઇચ્છા થાય તેને શું સમજવું? શુ' સમજવું' કેમ ? ‘ધન' પ્રાપ્ત છે, પણ તેનું રક્ષણ પ્રાપ્ત નથી....પુત્ર પ્રાપ્ત છે પણ એનું જીવન કે મરણુ તમારા હાથમાં નથી....માટે તેનું જીવન લાંબુ થાય, જીવનનું રક્ષણ થાય કે બૈભવ-વિલાસનુ રક્ષણ થાય એ ઇચ્છા થવાની. પણ (સેઇફ)માં બેંકમાં મૂકેલા નાણાંનું રક્ષણ કરવાની કે જેનું નિશ્ચિત રક્ષણ થવાનુ જ છે તેના રક્ષણની ઈચ્છિા થાય નહિં. તમને થાય કે આ તે કેવી વાત છે? દુનિયાની અંદર કઇ કાઈનું નિશ્ચિત રીતે ‘રક્ષણ’ કેાઈના હાથમાં થાડું છે? એટલે તેની તે ઈચ્છા થયા જ કરવાની.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy