SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦] [ શ્રી સિધ્ધપદ છતા ય મેહમાં કેવા ફસાયા છે, કે નથી તે તમને તમારે કયાં પાછા ફરવાનું છે તે યાદ આવતું કે નથી તે કયાંથી આવ્યા તેને વિચાર કરવાનું મન થતું ? પણ વિચાર નહીં કરવા માત્રથી જે સત્ય હકીકત છે તેમાં કશે ય તફાવત પડવાને નથી. કોઈ કામ માટે બે ગાઉ ચાલવાનું. હોય, કંઈક સ્વાર્થ સરે તેવું નિશ્ચિત હોય ત્યારે બે ગાઉ કેવા જોરથી -ચાલી જવાય છે. પણ ત્યાં પહોંચ્યા પછી બે ચાર કલાક બગાડ્યા પછી પણ જે કામે આવ્યા હોય એ ન થાય અને પાછા ફરવું પડે તે કેવું થાય ? પાછા ફરતી વખતે પગ કેવા ચાલે ? પાંચ-પચીશ રૂપિયાને લાભ થવાનું સમજીને ગયા હોય અને કામ ન થાય તે પાછા ફરતાં કેવું દુઃખ થાય છે? ત્યારે આવા મહામૂલ્યવાન મનુષ્ય જીવનમાંથી એમને એમ પાછું ફરવું પડશે એ વિચારે ય આવતું નથી કે એ વિચાર આવતાં હદય કાંપી ઊઠતું નથી એ મેહને કે જુલ્મ છે? બીજા ગામ જવા માટે સ્ટેશન પર જાવ. સ્ટેશન પર -જાવ એટલે તે બધી તૈયારી કરીને જ જાવને ? ચાર દિવસ બહાર રહેવાનું હોય ય ચાર પિટલાં તે ઓછામાં ઓછા હેય ને? ત્યારે મનુષ્ય દેહમાં મુસાફરી કરવા આવ્યા હશે ત્યારે કંઈ ઓછી તૈયારી કરી હશે? પણ કંઈ યાદ આવે છે? યાદ ન આવતું હોય તે ય જ્ઞાનીનું વચન તે યાદ કરે. . પણ આવી રીતે પોટલા બાંધીને સ્ટેશન પર પહોંચ્યા
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy