________________
૧૧૨]
[ શ્રી સિદ્ધપદ આપણે વિચાર કરી દુર્ગતિઓમાંથી આપણે સંસાર રેકવાને છે. આ માટે કર્મોને લાગતા આઠેય “કરણ”ના જ્ઞાનની ખૂબ ખૂબ જરૂર છે. બીજા દર્શનકાર કરતાં જેનદર્શનકારેની કર્મના વિચારની મહત્તા અને વિશેષતા “કરણના વિચારેને લઈને જ છે. જ્યાં સુધી “કરણનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જેનદર્શનનું શરણ ન લે, જેને જૈનદર્શનનું શરણ ન મલે તેને જિનરાજના ચરણ મલ્યા હોય તે ય ન ફલે, જેને જિનરાજના ચરણ ન ફલ્યા હોય તેના મરણનું હરણ કદી ય ન થાય, મરણનું હરણ ન થયું હોય ત્યાં સુધી ભવસાગરમાંથી તરણ કેવી રીતે થાય ? માટે જિનેશ્વર ભગવાને ફરમાવેલ “કરણના જ્ઞાનથી આપણે ભવસાગરથી પાર થવા પ્રયત્નો કરવાના છે.
----
-