________________
વિવેચન ]
' [ ૯૭ આ પ્રશ્ન વિચારવા જેવું છે. કહેવું જ પડે કે એક સ્કંધના અનંત પરમાણુઓ નહીં પણ એવા અનંતાનંત સ્કંધોને પણ બુદ્ધિ ક૯૫નાથી સ્થાપિત કરીએ તે બધા સ્કન પરમાણુએ ગોઠવાઈ જાય પણ એકાકાશના આકાશ પ્રદેશને કદીય અંત ન આવે.
તમને આશ્ચર્ય થાય કે કર્મના પરમાણુઓ અનંત છે. તેને પાર કેમ આવી જાય ? અર્થાત તે પૂરા કેમ થઈ જાય ? અને અલકાકાશના પ્રદેશ અનંત હોવા છતાં પણ તેને અંત કેમ ન આવે ?
આ વાત ખૂબ ધ્યાનથી સમજી લેવાની જરૂર છે સામાન્ય રીતે જોતાં અનંતને અર્થ એમ લાગે છે કે જેને કદીય અંત–છેડે ન આવે. જે કદીય પુરૂં ન થાય, તેનું નામ અનંત.
પણ શાસ્ત્ર બધા ઠેકાણે અનંત શબ્દ આ અર્થમાં જ વપરાતો નથી !
શાસ્ત્રમાં વસ્તુની ગણત્રી માટે ત્રણ વિભાગો બતાવવામાં આવ્યા છે.
(૧) સંખ્યાત (૨) અસંખ્યાત (૩) અનંત
જેમ ૨ (બે) પણ સંખ્યા છે. તેથી બે વસ્તુને પણ સંખ્યાતી વસ્તુ કહેવાય અને બે લાખ પણ સંખ્યા છે. બે લાખ વસ્તુને પણ સંખ્યાતી વસ્તુ જ કહેવાય છતાં સમજવું જોઈએ કે એક સંખ્યાત બીજા સંખ્યાત કરતા એક લાખ ગણું મેટું છે.