SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ટીકા બનાવત જ નહિ અગર અગીઆરેય અંગસૂત્રોની નવી ટીકાઓ બનાવતું.શ્રી અભયદેવસૂરિજીએ નવઅંગસૂત્રો ઉપરની -નવ ટીકાઓ રચવા ઉપરાન્ત, શ્રી પંચાશકછ આદિ અનેક પ્રકરણગ્રન્થ ઉપર વિવરણે લખ્યાં છે તેમજ શ્રી આગમ-અષ્ટનરી આદિ પ્રકરણગ્રન્થોની રચના પણ કરી છે. આથી એ સૂચિત થાય છે કે–શ્રી અભયદેવસૂરિજીને પહેલાં બે અંગસૂત્ર સિવાયનાં નવ અંગસૂત્રોની જ ટીકાઓને રચવાની ઈચ્છા હતી અને તેનું કારણ એટલું જ હતું કે-શી શીલાંકાચાર્ય મહારાજની રચેલી પહેલાં અને બીજા અંગસૂત્રો ઉપરની ટીકાઓ તે વખતે વિદ્યમાન હતી અને બાકીનાં નવ અંગસૂત્રો ઉપર રચેલી તેમની ટીકાઓને તે વખતે વિચ્છેદ થઈ જવા પામ્યો હતે. " એવું પણ માની શકાય નહિ કે- શ્રી શીલાંકાચાર્ય મહારાજે પહેલા અને બીજા અંગસૂત્ર ઉપર લખેલી ટીકાઓ વિસ્તૃત હતી અને એથી તે ઓછા જ્ઞાનવાળા કે અલ્પ મતિવાળા મુનિરાજોને પણ સૂત્રાર્થને સારી રીતિએ બધકરાવે -તેવી હતી, જ્યારે એ જ શ્રી શીલાંકાચાર્ય મહારાજે રચેલી બાકીનાં નવ અંગસૂત્રોની ટીકાઓ એવી હતી, કે જેથી તે ટીકાઓ દ્વારા ઓછા જ્ઞાનવાળા કે અલ્પ મતિવાળા મુનિરાજેને સૂત્રાર્થ બોધ થઈ શકે તેમ નહોતે માટે શ્રી - અભયદેવસૂરિજી મહારાજાએ પહેલાં બે અંગસૂત્ર સિવાયનાં શ્રી ઠાણાંગસૂત્રાદિ નવ અંગસૂત્રોની વિસ્તૃત ટીકાઓ રચી.” - આ રીતિએ વિચાર કરતાં, શ્રી પ્રભાવક ચરિત્રમાંની * શાસનદેવીની પ્રેરણાની વાત સાચી હોવાનું લાગે છે અને : આધુનિક વિદ્વાન મુનિશ્રીએ કરેલી કલ્પના પેટી જ લાગે છે.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy