________________
પહેલા ભાગ-શ્રી જિનસ્તુતિ કાત્સર્ગ સ્વીકાર્યો હતે, એટલે એ ગમે તે ઉપદ્રવ આવે તે પણ નિશ્ચલ રહેવાના જ લક્ષ્યવાળા હતા અને એથી જ પડિતાને આમ કરવામાં ફાવટ આવી ગઈ હતી.
શ્રી સુદર્શનને અભયા રાણીની પાસે મૂકીને, પિતે કબૂલેલું કાર્ય પૂરું થઈ ગયેલું હોવાના કારણે, પચ્છિતા ત્યાંથી રવાના થઈ ગઈ. પછી અભયાએ કામકળા અજમાવવા માંડી. જેનું વર્ણન પણ શિષ્ટજનથી થઈ શકે નહિ, એવી અનેક યુક્તિ-પ્રયુક્તિઓ અભયા રાણીએ અજમાવી; પણ શ્રી સુદશન તે કાયોત્સર્ગમાં હતા, એટલે એક મુડદાની જેમ નિષ્ટ જ રહ્યા.
અહીં પણ વિચાર કરવા જેવું છે. શ્રી સુદર્શનની પાસે ભંગ ભીખ માગી રહ્યા છે. તમારી પાસે ભાગ ભીખ માગે છે કે ભેગની પાસે તમે ભીખ માગો છે? સાર જગતને પાગલ બનાવી મૂકનાર કામ, અભયા રાણીના રૂપમાં, શ્રી સુદર્શનની પાસે પ્રાર્થના કરી રહ્યો છે. શ, સ્વયમ્ભ અને હરિને દાસ બનાવી દેવાના સામર્થ્યવાળ કામદેવ, શ્રી સુદર્શ નની પાસે દીનદાસ બની ગયા છે. ભગવાને કહેલા માર્ગના લયવાળા ભેગી ગૃહસ્થની પાસે પણ કામ જે આટલે કમતાકાત હોય છે, તે ખૂદ ભગવાન અમ્મર હોય એમાં નવાઈ શી છે? જેના ભક્તો પણ આવા કામવિજેતા હોય, તે ભગવાન પિતે કામરહિત હોય, એ તે આપોઆપ સિદ્ધ થઈ જાય છે. શ્રી સુદર્શનનું લક્ષ્ય જે એક માત્ર ભગવાને કહેલા ધર્મ તરફ ન હય, મોક્ષસુખ તરફ ન હોય, મેક્ષની સાધના તરફ ન હોય, તો આ સંયે કાંઈ જેવા–તેવા નથી. ભાગની