________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ કંબલ લીધા વિના જ જાય તે કાંઈ વળે એમ નથી, એવી એમને ખાત્રી છે. મુનિને રૂપનું પરાવર્તન કરતાં આવડતું હતું, એટલે એમણે પિતાના રૂપને બદલીને રાજાની પાસે જઈને બીજી રત્નકંબલ મેળવી.
પિતાની પાસે રત્નકંબલ છે–એની કોઈને ય ખબર પડે નહિ અને ફરીથી લૂંટાઈ જવાનો અવસર આવવા પામે નહિ, એ માટે એ મુનિએ વાંસની એક લાકડી બનાવીને, એના પિલાણમાં રત્નકંબલને સંતાડી દીધી. એ પછી મુનિ નેપાળથી રવાના થયા, પણ જયાં ચેરેની પલ્લીવાળા માગે આવી પહોંચ્યા, એટલે પોપટે પૂર્વવત્ “યાતિ, જાતિ એ ઉચ્ચાર કર્યો.
ચેરેએ આવીને મુનિના શરીરની અને મુનિની પાસેની બધી વસ્તુઓની જડતી લીધી, પણ તેમને કાંઈ હાથ લાગ્યું નહિ. આથી મુનિને છેડી દીધા. મુનિએ જ્યાં ચાલવા માંડયું, એટલે પેલા પોપટે ફરીથી એ જ શબ્દો ઉચ્ચાર કર્યો.
એ ફરીથી મુનિને બરાબર તપાસી લીધા, પણ કોઈ હાથ લાગ્યું નહિ. પછી મુનિએ જ્યાં પાછું આગળ ચાલવા માંડ્યું, એટલે પેલા પોપટે ત્રીજી વાર પણ એ જ શબ્દો ઉચ્ચાર્યા અને એરોએ ત્રીજી વાર મુનિની તપાસ કરી. આખર થાકીને ઘેરે ચાલ્યા ગયા અને મુનિ ભર ચોમાસામાં નેપાળ દેશની મુસાફરી કરીને રત્નકંબલ સાથે કેશા વેશ્યાને આંગણે પહોંચી ગયા.
કેશા વેશ્યાને ત્યાં પહોંચીને મુનિએ રત્નકંબલ તેને આપી. કેશા વેશ્યાએ એ રત્નકંબલને જેવી હાથમાં લીધી,