________________
૪૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કલભ જન્મે કે તરત જ તેને અન્યત્ર મૂકી દઈને તેનું રક્ષણ કરવું.” પશુઓમાં પણ પિતાનાં બચ્ચાંને માટે કે મોહ હોય છે? - એ હાથીણીએ ત્યારથી માંડીને કપટ આચરવા માંડયું.
જ તે માયાથી, પગમાં વા આવી ગયું હોય તેમ, લથડતા પગે ચાલવા માંડી. લથડતા પગે ચાલતી તે હાથીણું પિતાના ટેળાથી પાછળ પડી જતી, પણ પાછી મોડી મોડી ય તે ટેળા ભેગી થઈ જતી, કે જેથી હાથીને કશે વહેમ પડે એ નહિ. હાથી પણ, એ હાથીણું બહુ પાછળ રહી જતાં બીજા કોઈ હાથીના ભોગવટામાં આવી જાય નહિ, એવી વૃત્તિથી એના આવવાની રાહ જોવાને માટે થોભતે. છે પણ હવે તે આ રોજનું થયું. પેલી હાથણી ધીરે ધીરે બહુ દૂર પડવા લાગી અને હાથી રાહ જોઈને થોભો, એટલે તે કઈ વાર બીજે દિવસે તે કઈ વાર ત્રીજે દિવસે પણ ટોળા ભેગી થતી. આખર હાથીને મન વાળવું પડયું. એને થયું કે “મારી આ પત્ની વાતગ્રસ્ત થઈ ગઈ છે, એટલે બીજું થાય પણ શું? આમ હાથી જરા બેદરકાર બન્યો અને પેલી હાથીણીએ એનો લાભ લીધે.
. પ્રસવ સમય નજદિક આવ્યું છે, એમ જાણીને હાથી દૂર રહી ગઈ અને જ્યાં તાપસે એક આશ્રમ હતું ત્યાં ગઈ. તાપના આશ્રમમાં જઈને એ એવું દીન મુખ કરીને ઉભી રહી, કે જેથી તાપને લાગ્યું કે-“આ બીચારી શરણને વાચી રહી છે. આથી તાપસેએ તેને બોલાવીને કહ્યું કે તું અહીં નિર્ભયપણે રહે.”