________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
ભોગોને ભોગવ્યા વિના તે મરી શકે તેમ પણ નથી !'
મુનિવર શ્રી નંદિષેણે, દેવતાના આવા વચનને પણ છાણકાઈ નહિ અને પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરી નાખવાને માટે, એ મહાત્માએ, એકાંતવાસમાં રહીને પહેલાં કરતાં પણ તીવ્ર તપને આદરવા માંડ્યો. આ મહાત્માના જીવનમાં, ક્યાંય, તમને કર્મને ક્ષીણ કરી નાખવાની તાલાવેલી સિવાયની કઈ તાલાવેલી દેખાય છે?
હવે આ મુનિવરના પતનને પ્રસંગ આવે છે. આ મહામુનિ એક વખત વહેરવાને માટે નીકળ્યા છે.'
પિતે હતા ત્યારે રાજપુત્ર હતા, પણ અત્યારે તે મુનિ છે ને? મુનિએ સંયમના નિર્વાહને અંગે જીવન-નિર્વાહને માટે જે કાંઈ વસ્ત્ર, પાત્ર અને અન્ન-પાનાદિ જોઈએ, તે ભિક્ષાથી જ મેળવવાનું હોય છે. શ્રી વીતરાગના શાસનની આ મર્યાદા છે. આ મર્યાદાને મુનિવર શ્રી નંદિષેણ સમજે છે, એટલે ઘેર ઘેર ફરીને પાત્રમાં ભિક્ષા લેવાની પ્રવૃત્તિને આચરતાં જરા પણ સંકેચ પામતા નથી, લેશ પણ લજાયમાન થતા નથી. મુનિમાર્ગને સમજનારાઓને ભિક્ષાએ જવું-ગોચરી માટે જવું, એ હિણપતભર્યું લાગે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરએ ઉપદેશેલી સંયમધર્મને અંગેની સઘળી ય ક્રિયાઓમાં નિર્જરા સમાએલી છે. સંયમ નિર્જરા માટે લેવાય છે, કર્મોના નાશ માટે લેવાય છે અને ભિક્ષા પણ દીક્ષાનું એક અંગ જ છે; પણ શરત એટલી ખરી કે–ભિક્ષા વિધિપૂર્વક ગ્રહણ કરવી જોઈએ અને એ ભિક્ષા સંયમ-રોગના નિર્વાહ ખાતર જ હેવી જોઈએ, આહારગૃદ્ધિ કે રસલૌલુપ્ય