________________
-
૪૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે પ્રતિજ્ઞા એમણે દીક્ષા લેતી વખતે ગ્રહણ કરી હતી, તે પ્રતિજ્ઞામાંથી તેમનું પતન જ થયું કહેવાય અને એથી તેઓ ચારિત્રભ્રષ્ટ થયા, એમ પણ કહેવાય. પતિત થયા, ચારિત્રભ્રષ્ટ થયા, એવું વસ્તસ્વરૂપના વર્ણનને અંગે બોલી શકાય, બાકી પતિત અને ચારિત્રબ્રણ આદિ કહીને નિન્દા કરી શકાય નહિ. એવી નિન્દા કરનારે અથવા તે એ રીતિએ તિરસ્કાર કરનારે તે પાપ જ બાંધે. એ પડ્યા હતા, પણ એમને પડવું પડ્યું હતું. એ પડ્યા છે તેવા પ્રકારના કર્મના મેગે પડયા, પણ કામે તેમને પાડ્યા એવું નથી. કામને આધીન થવું પડે, તે પહેલાં તે એ મૃત્યુને ભેટવાને તૈયાર હતા; પણ એમનું ચારિત્રહ કર્મ એવું જોરદાર હતું કે-જે એ કને ક્ષીણ કરવું જ હોય તે, એ કર્મને ક્ષીણ કરવાને માટે પણ, એમને ભેગ ભેગવ્યા વિના છૂટકે થાય જ નહિ.
પ્રશ્ન તે તે પછી એમ જ કહેવું પડે કે-નંદિષેણ પડ્યા તે પણ ચઢવાને માટે જ પડયા | _ }; ; .
એમ કહે તે પણ તે છેટું નથી, કારણ કે-એમણે થાકીને જ ગૃહવાસ સ્વીકાર્યો હતે અને લેગ ભેગવતાં પણ એમનું મન તે ત્યાગમાં જ રમતું હતું. એ વિના એ વેશ્યાને ઘેર રહેવા છતાં પણ રેજ રજ દશ દશ માણસોને પ્રતિબંધ પમાડીને દીક્ષા લેવાને મોકલી શકે અને તે જે રીતિએ એ વેશ્યાને તજીને ચાલી નીકળ્યા તે રીતિએ એ વેશ્યાને ત્યાગ કરી શકે, એ શક્ય જ નથી. છે. પ્રશ્નકાર શ્રી નંદિષેણને પ્રસંગ જે આપ વર્ણવે, તે તેથી ઘણું જાણવાનું મળે.