SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૪૩૯ જીન્દગી ટૂંકી છે અને ભવાન્તરમાં આવી ધર્મ સામગ્રી મળશે કે નહિ, તે હું જાણતો નથી, માટે આ જીન્દગીમાં હું કમથી કમ સુદેવ–સુગુરૂ-સુધર્મની એવી આરાધના તે અવશ્ય કરી લઉં, કે જેથી ભવાન્તરમાં પણ મને આવી સામગ્રી તે અવશ્ય પ્રાપ્ત થાય !” તમારા હૈયામાં જે આવે મનેભાવ પ્રગટે, તે તમે સુદેવની પૂજા કરવામાં પ્રમાદ સેવે ખરા? સુદેવની પૂજા કરવાને માટે ઉત્તત્તમ દ્રવ્યને મેળવ્યા અને વાપર્યા વિના રહે ખરા? પછી શ્રી જિનમન્દિરના સાધારણ ખાતામાં લગભગ દરેક ઠેકાણે જે તેટે દેખાય છે, તે દેખાય ખરે? તમે સમૃદ્ધ છે અને શ્રી જિનમંદિરે જીર્ણ હેય, એ બને ખરું? સુગુરૂઓની સેવા અને સધર્મની આરાધના કરવાને માટે તમે “કુરસદ નથી, અનુકૂળતા નથી–એવી વાતે આજની જેમ બેલે ખરા? પણ મુશ્કેલીની ખરી વાત એ છે કેઆટલી અનુપમ ધર્મ સામગ્રી મળવા છતાં પણ, તમારા હૈયામાં જે ભાવ પ્રગટ જોઈએ તે ભાવ પ્રગટ્યો નથી અને તેનું મૂળભૂત કારણ એ જ છે કે-આ ધર્મ સામગ્રીની સાચી કિંમત તમને હજુ સમજાઈ જ નથી. શ્રી ભર્તુહરિએ કામને નમસ્કાર કરવા દ્વારા . -પણ કામને તિરસ્કાર કર્યો છેઃ | ટીકાકાર આચાર્યભગવાને “અસ્મર” તરીકે ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવ્યા છે અને આ સ્તવના દ્વારા એમ પણ સૂચવી દીધું છે કે દુનિયામાં મનાતા બીજા દે “અમર નથી. બીજા દે “અમર નથી, એવું માત્ર આપણે જ કહીએ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy