________________
પહેલો ભાગ શ્રી જનસ્તુતિ
૪૦૧
હજાર રૂપીઆની રકમ અહીં અમારી પેઢી ઉપર ભૂલી ગયા હતા, તે અમારા હાથમાં આવતાં અમે અમારી તીજોરીમાં જદ્દી રાખી મૂકી છે. આટલા દિવસ તમારી રાહ જોઈ કે–તમે કાંઈ નહિ તે તપાસ કરવા પણ આવશે, પરન્તુ તમે આવ્યા નહિ, તો તમે આ ચીટી તમને મળે એટલે તરત જ અહીં આવશે અને તમારી રકમ લઈ જશે”
આ શાહુકારી કહેવાય? દુનિયા શાહુકારી કહે, પણ અને શાહુકારીનું–પ્રમાણિતાનું સાચું ફળ મળે ખરૂં? નહિ જ, કારણ કે આવી રકમ ન્યાય ખાતર સામાને પાછી પહોંચાડવાની જ શાહુકારની તે વૃત્તિ હોય, પણ શેઠના આ પુત્રની એ વૃત્તિમાં વિકૃતિ મળી હતી ! આના હૈયામાં લાલની લાલચ ન હેત, તે એ રકમ એના ધણીને પાછી મળતા નહિ.
પિલા આડતીયાને એ ચીઠ્ઠી મળી, એટલે એને વાંચીને એિના આનન્દને પાર રહ્યો નહિશેઠના છોકરાની પ્રમાણિક્તાનાં એ ભારોભાર વખાણ કરવા લાગ્યું. જે મળે તેને શેઠની ચીઠ્ઠી વંચાવે અને કહે કે-ખરે શાહુકાર આનું નામ.. આટલી મોટી રકમ, ખોવાઈ ગયેલી રકમ, જેની પાછી મળી વાની આશા મૂકી દીધેલી, એ રકમ લેશ પણ કલેશ વિના પર બેઠે પાછી મળે, એથી આડતીયાની પ્રસન્નતાની કાંઈ સીમા રહે. અને એની જેટલી પ્રસન્નતા વધે, તેટલી જ એ આ શેઠના છોકરાની પ્રશંસા વધારે કરે ને રસ્તે પણ કામ ઠામ પ્રશંસા કરતો એ આ શેઠના ગામમાં અને અહીં પણ એ દુકાને દુકાને શેઠના છેકરાની પ્રશંસા કરવા લાગે. આખું ય બજાર ઉલાળે ચડ્યુંગામમાં ઘરે ઘરે આ વાત