SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ગઈ, એટલે સાળવીને બોલાવીને પિતાની તે પુત્રી પાસે બધું જ કાર્ય કરાવવાની, શ્રી કૃષ્ણ મહારાજાએ સાળવીને આજ્ઞા કરી કે - પ્રશ્ન આમ કરવું, એ બલાત્કાર ન કહેવાય? પિતાને આમ કરવું, એ છાજે ખરું? આવું કરવા પાછળ શું આશય છે, તે જોવું જોઈએ. દાસીપણું એ શું વસ્તુ છે, એ વાત પિતાની દીકરીને સમજા વવી છે અને તેણીને સાચા સુખના માર્ગ તરફ દેરવી છે. પ્રશ્ન પણ આવી રીતિએ તે કાંઈ સંયમના માર્ગે વળાય ? . આમાં સંયમના માર્ગે વાળવાને સવાલ નથી. પરાણે સંયમી બનાવવાનો સવાલ જ નથી. આવી સ્થિતિ તે એ રાજપુત્રીએ દાસીપણું માગ્યું, એમાંથી જ ઉપસ્થિત થવા પામી હતી. પિતાની કઈ પણ દીકરીને, શ્રી કૃષ્ણ મહારાજાએ, બલાત્કાર કરીને દીક્ષા અપાવી જ નથી. જે રાજપુત્રીઓ સંયમ ગ્રહણ કરવાને ગઈ, ને સંયમની સાચી ભાવના તેમના હૈયામાં પ્રગટવાથી જ ગઈ છે. મહારાજા શ્રી કૃષ્ણ તે તેમને યુક્તિપૂર્વક સમજાવી એટલું જ. એ જ પુત્રીઓએ જે એમ કહ્યું હેત કે “સાચી રાણી બનવાને ઉપાય તે સંયમ જ છે, પણ અમારી ભાવના ઉ૯લાસ પામતી નથી તે શ્રી કૃષ્ણ મહારાજા તેમને શિક્ષા પણ કરતા નહિ અને પરાણે દીક્ષા લેવાને પણ મોકલત નહિ; પરન્તુ પિતા તરીકેના ઔચિત્યને સમજીને તે પુત્રીઓને ચેાગ્ય સ્થલે સંબંધ જોડી આપત ! આ રાજપુત્રીએ પણ જે સંયમને ગ્રહણ કરવાની અશક્તિને દેખાડી હત, તે શ્રી કૃષ્ણ મહારાજા એને માટે આવો ઉપાય જત જ નહિ.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy