________________
૩૨૮.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જૂએ છે, તે એક વૃદ્ધ સાધ્વીજી સ્વાધ્યાય કરી રહ્યાં છે. એ સાધ્વીજીની પાસે જઈને હરિભદ્ર પુરહિત કહે છે કે માતા! આજથી હું આપને શિષ્ય છું. આપ હમણાં જે ચાર ટુપ આદિવાળી ગાથા બોલ્યાં, તે ગાથાને અર્થે આપ આપના શિષ્ય એવા મને સમજાવે !”
સાધ્વી એ ગાથાના અર્થને તે જાણતાં હતાં, પણ સાથે મર્યાદાનાં ય એ જાણ હતાં. એ જાણતાં હતાં કે કઈ પણ પુરૂષને મારાથી શિષ્ય બનાવી શકાય નહિ, ભણાવી શકાય નહિ અને આવા સમયે તે ખાસ કરીને એકાન્તમાં તેની સાથે વાત પણ કરી શકાય નહિ. વળી એમણે વિચાર કર્યો કે-“આ માણસ જેમ માટે વિદ્વાન હવે જોઈએ, તેમ ઘણે લાયક પણ હવે જોઈએ; નહિ તે આવા વખતે રસ્તે ચાલતાં એક ગાથા સંભળાઈ જાય અને એ ગાથાને અર્થ સમજાય નહિ, એટલા માત્રથી શિષ્યભાવને ધારણ કરીને, એ ગાથાને અર્થ સમજવાને માટે આવે નહિ!” આ વિચાર કરીને સાધ્વી હરિભદ્ર પુરોહિતને કહે છે કે-“તમારે જે આ ગાથાને અર્થ સમજે હેય, તે અમારા ગુરૂની પાસે જવું જોઈએ અને એ મહાપુરૂષના તમારે શિષ્ય બનવું જોઈએ.”
સાધ્વીજી પાસેથી હરિભદ્ર પુહિતે જાણી લીધું કેપિતાને કયા મહાપુરૂષની પાસે જવાનું છે અને તે પછી પુરોહિત એ પૌષધશાળામાંથી નીકળીને પોતાને ઘેર ગયા. - બીજે દિવસે હરિભદ્ર પુરોહિત આચાર્યભગવાન શ્રીમદ્ જિનભટ્ટ મહારાજાની પાસે પહોંચ્યા અને તેઓને પોતાની હકીકત જણાવી. આચાર્ય ભગવાન દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવના જાણ