________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૩૦૭ ચિન્તા કરનારા જવલ્લે જ મળે અને આ તે એથી પણ આગળ વધ્યા. એના ઉપાયમાં ઉતર્યા અને જગતના જીવ માત્રને એ ઉપાયના રસિક બનાવવાની ભાવના ભાવી! એ અન્તઃકરણ જ એવું કે-જે એ તારકેનું ચાલતું હોત, શક્યતા હત, એ તારકે જગતના એક પણ જીવને દુઃખી રહેવા દેત નહિ! ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓની આવી દયાપૂર્ણ અને વિવેકપૂર્ણ ઉત્કટ કેટિની ભાવનાને જાણનારાઓ, એ તારકેને સર્વ પ્રધાન તરીકે સ્તવે, તેમાં નવાઈ શી છે? ધર્મતીથની સ્થાપના આદિને અંગ
-વીતરાગ અને સર્વ કરતાં પણ પ્રધાનતા હોય છે? - આ તે આપણે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માએની અન્તિમથી ત્રીજા ભવની ભાવનાની વાત કરી, પરંતુ એ તારકોની એ ભાવનાને અમલ પણ એવા જ પ્રકારે થાય છે, કે જેથી પણ એ તારકો જ “સર્વ પ્રધાન તરીકે સ્તવાવાને યોગ્ય છે, એમ માનવું પડે. એ તારકોના આત્માન ઓની ભાવનાની જેમ અજોડતા છે, તેમ એ ભાવનાના અમલની પણ અજોડતા છે. એ તારકો વીતરાગ બને છે અગર તે સર્વજ્ઞ આદિ બને છે, એમાં કાંઈ એ તારકોની સર્વપ્રધાનતા સમાઈ જતી નથી. વીતરાગપણને અને સર્વજ્ઞપણને પામનારા આત્માઓ તે ઘણા હોય છે. જેને જેને બીજાએ પણ પામી શકતા હોય, તેને તેને અંગે કાંઈ ભગવાન શ્રી જિનેશ્વરના આત્માઓની સર્વપ્રધાનતા ગણાય નહિ. સર્વપ્રધાનતાને નિર્ણય કરવાને માટે તે, એવી એવી