________________
૨૮
પછીથીયા રાજ માટી
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ કે-હું વધારે જીવું, પણ એ તે કાંઈ ફાયદો છે? આવું ફળ મારા હાથમાં જ આવ્યું છે, એ મારે ભાગ્યોદય સૂચવે છે. આ ફલપ્રાપ્તિને એ ઉપયોગ કરું, કે જેથી મને અસાધારણ ફળની પ્રાપ્તિ થાય. આ ફળ હું અન્ય કેઈને ય નહિ પણ રાજાને જ આપું અને એથી જે રાજા મારા ઉપર પ્રસન્ન થઈ જાય, તે મારા ભાગ્યને સીતારે ચમક્યા વિના રહે નહિ.”
આ વિચાર કરીને તે વેશ્યા રાજા ભર્તુહરિની પાસે આવે છે; હસ્તિપાલે આપેલા અમરફલને રાજાને ચરણે ધરે છે, આ ફળ કેવું ચમત્કારી છે, તેનું વર્ણન કરે છે, અને તે પછીથી રાજાની પ્રસન્નતાને યાચે છે.
વેશ્યા રાજાના પ્રસન્ન મુખની રાહ જોઈ રહી છે અને રાજાના અન્તઃકરણમાં મોટી ગડમથલ ચાલી રહી છે. વેશ્યા હસ્તક અમર ફલને જોઈને રાજા ક્ષોભ પામે છે અને વિચાર કરે છે કે “જે અમર ફળ મેં મારી પ્રિયતમાને આપ્યું હતું, તે અમર ફળ આ વેશ્યા સુધી પહોંચ્યું શી રીતિએ ?
રાજા વેશ્યાને પૂછે છે કે આ અમર ફળ તને કેણે આપ્યું?” વેશ્યા તરત તે સીધે જવાબ દે નહિ, પણ સામે રાજા હતા અને એ જે ખીજાય તો મૃત્યુદંડ પણ દઈ દે એટલે શજાએ જ્યાં સાચી વાત કહી દેવાને હુકમ કર્યો, એટલે વેશ્યાએ કહી દીધું કે મને આ ફળ આપના હસ્તિપાલે આપ્યું છે.'
આથી રાજાએ હસ્તિપાલને પૂછયું હસ્તિપાલને પૂછતાં જણાયું કે–પિતાની પ્રિયતમા પટ્ટરાણીએ જ આ ફલ તેને આપ્યું હતું. રાજા વસ્તુસ્થિતિ સમજી ગયો. ' રાજા વિદ્વાન પણ હતું અને વિચારક પણ હતે.