________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ અગીઆર ગણધર ભગવાનો થયા હતા અને તેથી કુલ અગીઆર દ્વાદશાંગીએ રચાઈ હતી, પણ તે અગીઆર દ્વાદશાંગીઓને જે શાબ્દિક ભિન્નતાની અપેક્ષાએ ગણવામાં આવે છે તે નવ દ્વાદશાંગીઓ થતી હતી. એ અગીઆર દ્વાદશાંગીએ પકીની માત્ર એક દ્વાદશાંગીની જ પરંપરા હાલ ચાલુ છે, પણ તે તે આપણે આગળ જોઈશું.
નિષઘાત્રય અને ત્રિપદીઃ
ગણધર ભગવાને, દ્વાદશાંગીને રચવાનું સામર્થ કેવા પ્રકારે પ્રાપ્ત કરે છે, એ પણ જાણવા જેવું છે. તેઓ દીક્ષિત બનીને લાંબે કાળ અધ્યયનાદિ કર્યા પછીથી જ દ્વાદશાંગીની રચના કરે છે, એવું નથી જ. વળી, દ્વાદશાંગીની રચના કરવામાં ગણધર ભગવાનને એક મુહૂર્તથી અધિક સમય પણ લાગતો નથી. દ્વાદશાંગીની રચના ત્રિજગદ્ગુરૂ ભગવાનના ઉપદેશને જ આધીન હોય છે. ભગવાન શ્રી જિનેશ્વર દેના શ્રીમુખેથી ત્રિપદીનું શ્રવણ કરવા માત્રથી જ, ગણધર ભગવાનના આત્માઓમાં રહેલું દ્વાદશાંગીની રચના કરવા જેગું અદ્ભુત સામર્થ્ય આવિર્ભૂત થાય છે. કોઈ કહેશે કેભગવાન શ્રી જિનેશ્વરદેવથી ઉચ્ચારાએલી ત્રિપદીમાં એવું તે કેવું સામર્થ્ય, કે જે ત્રિપદીને પામતાંની સાથે જ ગણધર ભગવાન દ્વાદશાંગીની રચના કરી શકે અને જે ત્રિપદીને પામ્યા વિના ગણધર ભગવાનોના આત્માઓથી પણ દ્વાદશાંગીની રચના થઈ શકે નહિ? વિચારવા જેવી આ વાત છે ને ? બને છે એવું કે-ભગવાન તીર્થની સ્થાપના કરે,
વક સામનડાંગીની વીનાના આ
જેવી
,