________________
૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
ભૂતકાલનું, વત્તમાનકાલનું અને સઘળા ભવિષ્યકાલનું જ્ઞાન છે અને કાલના એક પણુ અંશનું એને જ્ઞાન નથી એવું નથી, એમ એના કથનથી સાબીત થાય છે; કારણ કે—એ કહે છે કે-ફાઇ પણ કાલમાં સર્વજ્ઞ નથી; તેમ જ એવી જ રીતિએ, આપણે એ માટે એને સર્વજ્ઞ કહીએ કે-એની વાત એ સાચી હોય, તે। જગતની સર્વ વ્યક્તિઓનાં સર્વ કાલનાં સવ' અવસ્થાન્તરાનું એને જ્ઞાન છે અને એક પણ વ્યક્તિના એક પણ અવસ્થાન્તરનું એને જ્ઞાન નથી એવું નથી, એમ એના કથનથી સાખીત થાય છે; કારણ કે એ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ નથી.
I
ક્ષેત્રાશ્રિત ખૂલાસા :
“ સર્વજ્ઞ થયા નથી, સર્વજ્ઞ છે નહિ અને સર્વજ્ઞ થશે પણ નહિ ’–એવું કહેનારને, અને એના પેાતાના વચનથી જ ખાટા ઠરાવવાને માટે, એમ કહી શકાય છે કે—“ એલ ભાઈ! ત' આ ક્ષેત્રને ઉદ્દેશીને કહે છે કે સર્વ ક્ષેત્રને ઉદ્દેશીને કહે છે ? જો તુ' આ ક્ષેત્રને ઉદ્દેશીને કહેતા હા, તે જે વસ્તુ આ ક્ષેત્રમાં નથી, તે વસ્તુ અન્ય ક્ષેત્રામાં પણ ન જ હોઈ શકે—એવું કહી શકાય નહિ; કેમ કે એવી ઘણી વસ્તુઓ છે, કે જે એક ક્ષેત્રમાં ન હેાય પણ ક્ષેત્રાન્તરમાં અવશ્ય હોય. હવે જો તૂ' સવ ક્ષેત્રોને ઉદ્દેશીને કહેતા હૈા, તા તારા કથનથી જ એ વાત સાખીત થાય છે કે-એક ક્ષેત્રમાં રહેલાને અને જેણે સવ ક્ષેત્રોને પ્રત્યક્ષ કર્યાં નથી એવાને, સર્વ ક્ષેત્રોનું જ્ઞાન હાઈ શકે છે! જો તને સર્વ ક્ષેત્રોનું જ્ઞાન ન હોય, તા તૂ' સર્વ ક્ષેત્રોને વિષે