SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ' ૧૩૫ છોડવા જેવું છે. સારા સંસારમાં સંસારની એવી એક પણ વસ્તુ નથી, કે જેને મેળવીને મેળવવાનું કાંઈ જ બાકી રહે નહિ અને જે મળ્યું હોય તે ચાલ્યું જાય નહિ કે તેને આપણે છોડવું પડે નહિ! આથી જ, એ કલેકકારે લક્ષમી વિગેરેને ચલ કહ્યા પછીથી, ટૂંકમાં જ કહી દીધું કે આ આખેય સંસાર અત્યન્ત ચલાયમાન છે.' ધર્મ એ જ એક નિશ્ચલ છે: - આ ચ સંસાર ચલાયમાન છે, તે પછી કોઈ નિશ્ચલે છે કે નહિ? એક વસ્તુ નિશ્ચલ છે. એ કયી વસ્તુ? શ્લોકકાર પિતે જ કહે છે કે-ધ gો સ્થિત એક ધર્મ જ નિશ્ચલ છે. જેને નિશ્ચલ અવસ્થાને પામવી હોય, તેણે નિશ્ચલને જ આશ્રય લેવો જોઈએ. અનિશ્ચલને વેગ ન રહે અને નિશ્ચલને જ એગ રહે, પછી નહિ જન્મવાનું કે નહિ મરવાનું ! આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે, દેહ આદિનાં પરિવર્તનને પામ્યા કરે છે, પણ આત્મા જે માત્ર ધર્મમય બની જાય, તે ન રહે પરિભ્રમણ કે ન રહે દેહાદિનું પરિવર્તન! ધર્મ એ જ એક નિશ્ચલ છે, એ વાતથી બધી વસ્તુઓને વિચાર થઈ શકે છે. ધર્મની વ્યાખ્યા કયી? વધુરમ ધામ વસ્તુને જે સ્વભાવ એ જ ધર્મ છે. પુગલને સ્વભાવ સડન-પડન-વિવું. સન છે, તે એ સ્વભાવ પણ નિશ્ચલ જ છે. કેઈ પણ કાળે કોઈ પણ પુદ્ગલના એ સ્વભાવમાં ફેર પડવાને નહિ. પ્રત્યેક પુગલનું અનન્તાનન્ત કાલથી સડન-પવન-વિધ્વંસન થયા કરે છે અને અનન્તાનન્ત કાલે પણ એમ જ થયા કરવાનું! લીમી
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy