________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૩૩
પણ કરતાં આંચકા આવે છે, એવા પણ માણસા, પેાતાના માણાના પાલન-પોષણને માટે કેટલું દ્રવ્ય ખર્ચી નાખે છે ? પ્રાણને વહાલા કરીને લક્ષ્યાભક્ષ્ય અને પેયાપેયના વિચારને પણ છેાડી દેવાય છે. પ્રાણ માટે અભક્ષ્ય, અપેય લેવાને પણ તૈયાર ! માનવદેહ મુક્તિની સાધનાને માટે છે અને મુક્તિની સાધનામાં ઉપયોગમાં આવતા માનવદેહના પ્રાણાને રક્ષવાના પ્રયત્ન વિવેકપૂર્વક કરવા જોઈએ; એને બદલે ઈન્દ્રિયાના સુખને માટે જ બધું કરાય છે ! ઇન્દ્રિયસુખની આ લાલસા અને આ પ્રવૃત્તિ, તમને એકેન્દ્રિય અવસ્થામાં મૂકી આવશે ત્યારે શું થશે, એના વિચાર તમને કેમ આવતા નથી?
વિતની અને હાટ હવેલીની ચંચલતા
વળી કહે છે કે-જીવન તથા મંદિર પણુ ચલ છે. આત્માની અપેક્ષાએ જીવન ચલ નથી, પણ આ શરીરની અપેક્ષાએ તેા આ જીવન ચંચલ જ છે ને ? આજ સુધીમાં આપણા આત્મા અનન્તાં શરીરામાં વસી આવ્યો અને હજુ પણ કેટલાં શરીમાં આપણા આત્માને વસવું પડશે, એ તે જ્ઞાની જાણે. જીવિત જો ચંચલ ન હોત, તે મરણુ હેાત જ નહિ; પણ મચ્છુ છે એટલે જીવિત ચંચલ જ છે. જીવિત કયારે ખતમ થશે, તેના ય પત્તો નથી; નિરૂપક્રમ આયુષ્યવાળા તા પેાતાના આયુષ્ય પર્યન્ત જીવિતને ભાગવે, પણ સાપક્રમ આયુષ્યવાળાને માટે તા એટલા વતની ય ખાત્રી નહિ. જીવિત ચંચલ છે, તેમ મદિર એટલે હાટ–હવેલી વિગેરે પણ ચંચલ જ છે. હાટ-હવેલી આપણા જીવતાં ય પરાયાં