________________
ચરિત્ર'ની રચના કરી અને તેમના શિષ્ય કે સમ્રાટ અકબરની સમક્ષ વાચનાચાર્ય પદથી વિભૂષિત કરેલ.
આ તેમણે વૈરાગ્યશતકની ટીકા સં. ૧૯૪૭માં અને ઇન્દ્રિય પરાજય શતકની ટીકા ૧૯૬૭માં કરી. આ સિવાય ગ્રંથકારની વિદ્વત્તા સૂચવતા બીજા પણ અનેકગ્રંથો છે જેમાં સંબોધ સપ્તતિ, રઘુવંશ જીતકલ્પવૃત્તિ, નેમિદૂત આદિની ટીકા મુખ્ય છે. સં. ૧૯૫૫માં કર્મચંદ્ર ચોપાઈ રચી છે.
ઇન્દ્રિયપરાજયશતક ગ્રંથના સંશોધનમાં ખંભાતની એક હસ્તલિખિત પ્રત અને ડહેલાનો ઉપાશ્રય અમદાવાદની ત્રણ પ્રતનો ઉપયોગ કરેલ છે જેને અનુક્રમે ૩, ૩, ૬, ૩, સંજ્ઞા આપેલ છે. તથા છપાયેલા પુસ્તકોમાં જે પાઠભેદ છે તે મુદ્રિતે લખીને જણાવેલ છે.
પ્રસ્તુત ગ્રંથમાં સંસારના સુખોને અને ઇન્દ્રિયોને આધીન બનનારની દશા કેવી થાય છે. તેનું આબેહૂબ વર્ણન કરી પોતાની વિદ્વત્તાનો પરિચય આપ્યો છે. આપણે સહુ સંસારના સુખનો ત્યાગ અને ઈન્દ્રિયોનો પરાજય કરી આત્માને કર્મબંધનથી મુક્ત કરી મુક્તિપદને નજીક બનાવીએ એ જ આશા. પોપટલાલ હેમચંદ જૈનનગર ઉપાશ્રય
- મુનિ પુણ્યકીર્તિ વિજય પાલડી અમદાવાદ વિ.સં. ૨૦૫૮ ફા.વ.૪ (સ્મૃતિમંદર-સાબરમતી પ્રતિષ્ઠા વર્ષ)