SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર: જેમ જેમ રાગાદિ દોષો વિરામ પામે અર્થાત્ નિવર્તે (પાછા ફરે) જેમ જેમ વિષયોથી વૈરાગ્ય એટલે કે વિરક્તપણું થાય તેનાથી નિવૃત્તિ થાય, તેમ તેમ જાણવું કે તે પુરુષને પરમપદ-નિ:શ્રેયસ (મોક્ષ) નજીકમાં છે. નજીક છે મુક્તિપદ જેને, એઓને જ રાગાદિથી અટકવાનું હોય છે. અને વિષયોથી પણ નિવૃત્તિ તેઓને જ હોય છે. જે કા૨ણે કહ્યું છે કે જે જીવનો ભવની સિદ્ધિનો આસન્નકાળ છે તેનું આ લક્ષણ છે કે સર્વ પરાક્રમ વડે તે ઉદ્યમ કરે કે જેથી વિષયસુખોમાં તે રાગી ન થાય. [૧૯૭૫ - : એઓ વડે (એ પુરુષો વડે) દુષ્કર કરાયું છે કે, યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલા હોવા છતાં (ઇન્દ્રિય દમનમાં) સમર્થ એવા, ધૃતિરૂપી પ્રાકાર (કિલ્લા) ઉપર આરૂઢ થયેલા એવા જેઓ વડે ઇન્દ્રિયરૂપી સૈન્ય ભાંગી નંખાયું. Il૯૮ ભાષાંતરઃ એ પુરુષો વડે દુષ્કર અર્થાત્ દુ:ખે કરીને સાધી શકાય એવું કાર્ય કરાયું છે કે જેઓ વડે, યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલા એવા પણ ઇન્દ્રિય દમનમાં સમર્થ એટલે કે પ્રભુ એવાઓ વડે ઇન્દ્રિય રૂપી જે સૈન્ય-સેના તે ભાંગી નંખાઈ, દળી નંખાઈ, એટલે કે તરુણ અવસ્થામાં પણ જેઓ વડે ઇન્દ્રિયો વશ કરાઈ તેઓએ દુષ્કર કર્યું છે. જે કારણથી દોષોના હેતુભૂત એવા આ જન્મમાં મતિ છે ગહન જેમાં એવું યૌવન જેના વડે અપવાદ વગર (કોઈ કલંક વગ૨) જ ઓળંગાયું તેના વડે કયું ફળ પ્રાપ્ત નથી કરાયું ? (અર્થાત્ બધું જ ફળ તેને મળ્યું છે) ગાથાર્થ - કેવા થયેલા તેઓ વડે ? ધૃતિપ્રાકાર અર્થાત્ કૃતિ તે મનની ધીરતા તે રૂપ જે પ્રાકાર કિલ્લો તેની ઉપર ચઢેલા એવા. ધૃતિરૂપ કિલ્લા ઉપર ચડીને જેઓ વડે ઇન્દ્રિયરૂપી સેના જીતાઈ તેના વડે કયું ફળ નથી મેળવાયું ? બીજાઓ પણ કિલ્લાના બળે શત્રુની સેનાને જીતે છે માટે અહીં તે ઘટે જ છે. [૯૮૫ ગાથાર્થ : જેઓના હૃદયમાં અડધી આંખ વડે જોવાના સ્વભાવવાળી સ્ત્રીઓ નથી ફરકતી. તેઓ ધન્ય છે, તેઓને નમસ્કાર થાઓ. તે સંયમ કરનારાઓનો હું દાસ છું. ।।૯।। ઈન્દ્રિયપરાજયશતક ૧૬૩
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy