SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર કહી એ શબ્દ વિષાદ અર્થમાં છે. ખેદની વાત છે કે, જીવોને વિષયો અત્યંત વિષમ છે. અત્યંત વૈષમ્યને બતાવવા માટે ‘ટા વિસ'ની દ્વિરુક્તિ કરી છે. “નૈદિ' શબ્દ સપ્તમીના અર્થમાં તૃતીયાવાળો છે. જે વિષયોને વિષે પ્રતિબદ્ધ - આશ્રય કરેલા (જીવો) ભવ સમુદ્રમાં અર્થાત્ સંસાર રૂપી અબ્બોધિમાં હિડે છે, જાય છે, ભમે છે. “હિડિતો ' હિ ધાતુ ગતિ અર્થવાળો છે. શું કરતા એવા જીવો ? અનંત દુઃખોને પ્રાપ્ત કરતા ભવ સમુદ્રમાં ભમે છે. II૮પી. ગાથાર્થ : જીવોને વિષયો માયા વડે રચાયેલી ઈન્દ્રજાળ જેવા ચપળ છે, વિદ્યુતના તેજ જેવા ક્ષણમાં જોવાયેલા ક્ષણમાં નાશ પામતા છે, તે કારણથી તે વિષયોને વિષે નિચ્ચે પ્રતિબંધ (આસક્તિ) કેવો ? ટકા ભાષાંતરઃ જીવોને વિષયો માયા-ઈન્દ્રજાળ જેવા છે. અર્થાત્ માયા વડે – શઠપણા વડે બીજાને છેતરવા માટે જે ઈન્દ્રજાળ - જાદુ - અવાસ્તવને, તે તે વસ્તુના ઉદ્દભવનને દેખાડવું તે જેવા ચપળ છે અને વિદ્યુતના તેજ જેવા અચિરપ્રભા જેવા પ્રથમ તેજના ક્ષણમાં જોવાયેલા બીજી ક્ષણમાં નાશ પામતા, આથી જ વિષયો વિદ્યુતુના તેજની સાથે સરખાવ્યા છે. “તા' અર્થાત્ તેથી ‘સિ' તે વિષયોમાં (અહીં સપ્તમી અર્થમાં ષષ્ઠી થઈ છે.) દુ' શબ્દ નિચ્ચે અર્થમાં છે. માટે નિચ્ચે કેવો પ્રતિબંધ ? એટલે કે મનનો ઉપખંભ અર્થાત્ રાગ શેનો ? I૮૬ll ગાથાર્થ શત્રુ, વિષ, પિશાચ, વેતાળ અને પ્રજ્વલિત થયેલો અગ્નિ એ બધા પણ દેહને વિષે તે વિકારને નથી કરતા, જે કુપિત થયેલા રાગાદિ કરે છે. al૮૭l ભાષાંતર: શત્રુ એટલે વૈરી. વિષ એટલે ગર, પિશાચ તે વ્યંતર વિશેષ, વેતાળ તે ભૂત વડે અધિષ્ઠિત થયેલું શબ અથવા રજનીચર, વિશેષ પ્રજ્વલિત એટલે કે ઘી, મધુના સિંચન વડે ઉદ્દીપન થયેલો અગ્નિ પણ દેહને વિષે તે વિકારને નથી કરતા, જે વિકાર કુપિત થયેલા એટલે કે - ઉગ્રતાને પ્રાપ્ત કરેલા રાગાદિ કષાયો કરે છે. વિષ આદિ એક જ વાર મૃત્યુને આપે, જ્યારે રાગાદિ તો અનંતવાર મરણો આપે છે. I૮૭ ઈન્દ્રિયપરાજયશતક ૧૫૮
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy