________________
દિ, કૃ]. જાતિ અંધારે છેષ ન આકર, પિપ જપના પ્રકાર-કમલબંધજપ હસ્તજ૫ વગેરે.
નિદ્રા કરીને ઉઠેલે પુરૂષ મનમાં નવકાર ગણુ શય્યા મૂકે, પછી પવિત્રભૂમિ ઉપર ઉભે રહી કે બેસી પદ્માસનાદિ સુખાસને પૂર્વ દિશાએ કે ઉત્તર દિશા એ અથવા જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે. અને ચિત્તની એકાગ્રતા કરવાને અર્થે ૧ કમળબંધથી અથવા ૨ હસ્ત જપથી નવકાર મંત્ર ગણે. ૧ તેમાં કલ્પિત અષ્ટદળ કમળની કણિકામધ્ય ઉપર પ્રથમપાદ સ્થાપન કરવું, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના દળ ઉપર અનુક્રમે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ સ્થાપન કરવું. અને, નૈઋત્ય, વાયવ્ય, અગ્નિ અને ઈશાન એ ચાર કેણ દિશામાં બાકી રહેલાં ચાર પદ અનુક્રમે સ્થાપન કરવાં. શ્રી હેમચંદ્ર સૂરિજીએ
ગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે, “આઠ પાંખડીના વેલકમળની કર્ણિકાને વિષે ચિત્ત સ્થિર રાખીને ત્યાં પવિત્ર સાત અક્ષરને મંત્ર-નમે અરિહતાણુંનું ચિંતન કરવું.. પૂર્વાદિ ચાર દિશાની ચાર પાંખડીને વિષે અનુક્રમે સિદ્ધાદિ ચાર પદનું, અને વિદિશાને વિષે બાકીનાં ચાર પદનું ચિંતવન કરવું. મન, વચન અને કાયાની શુદ્ધિથી જે એ રીતે એક આઠ વાર મૌન રાખીને નવકારનું ચિંતવન કરે, તો તેને ભેજન કરતાં છતાં પણ ઉપવાસનું ફળ અવશ્ય મળે છે. નંદ્યાવત, શંખાવત, ઈત્યાદિ પ્રકારથી હસ્ત જપ કરે, તે પણ ઈષ્ટસિદ્ધિ આદિક ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે-જે ભવ્ય હસ્તજપને વિષે નંદ્યાવર્ત